રાજકોટમાં યુવકે અજણ્યા શખ્સો સાથે મળીને વૃદ્ધાને છરી મારી લોહીલુહાણ કર્યા

હોટસ્ટારની કોરિયન સિરીઝ 'અનટચેબલ' ગત વર્ષે આવી અને હાંસીને પાત્ર બની. સિરીઝનું મુખ્ય પાત્ર લોકો પર હુમલા કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કરતું હતું. ત્યારે આવી જ ઘટના રાજકોટમાં આકર પામી છે. જ્યાં યુવકે અજણ્યા શખ્સો સાથે મળીને વૃદ્ધાને છરી મારી લોહીલુહાણ કર્યા હતા. જે બાદ પોતે ઘરે જઈ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગયો હતો.
રાત્રીના સમયે હુમલો કર્યો
રાજકોટમાં નવા થોરાળા મેઇન રોડ પર બાલકદાસની જગ્યા પાસે રહેતાં હીરાબેન ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.68) નામના વૃધ્ધા પર રાત્રીના દસેક વાગ્યે પડોશમાં જ રહેતાં કેવલ તથા અજાણ્યા શખ્સે હુમલો કરી છાતીમાં છરીના ઘા મારી દેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બીજી તરફ કેવલ કિશોરભાઇ સોંદરવા પણ ફિનાઇલ પી રાતે સાડા દસેક વાગ્યે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.
મનદુઃખ રાખી હુમલો કર્યો
હીરાબેને પોલીસ સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે અગાઉ તેમની પૌત્રી મામલે થયેલી માથાકુટમાં કેવલ સોંદરવા સહિતના વિરૂધ્ધ કેસ કર્યો છે. આ કેસ હજુ ચાલી રહ્યો છે. તેનો ખાર અને મનદુઃખ રાખી રાતે પોતે ઘરના ફળીયામાં પતિને જમવા માટે બોલાવવા ગયા ત્યારે ઓચીંતા જ કેવલ સહિતનાએ ધસી આવી મને છરીના ઘા ઝીંકી દેતાં હું લોહીલુહાણ થઇ ગઇ હતી. દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને મારી દિકરી પ્રતિમાબેન મને હોસ્પિટલે લઇ આવી હતી.
ઝઘડાથી કંટાળી ફિનાઈલ પીધું
બીજી તરફ કેવલે જણાવ્યું હતું કે પોતાના વિરૂધ્ધ જે કેસ ચાલે છે તેની ગઇકાલે મંગળવારે જ કોર્ટમાં તારીખ હતી. પોતે કોર્ટમાં હાજર પણ રહ્યો હતો. જુના મનદુઃખનો ખાર રાખી મને હેરાન કરવામાં આવતો હોવાથી અને રાતે મારી સાથે ઝઘડો કરવામાં આવ્યો હોઇ જેથી મેં ફિનાઇલ પી લીધુ હતું. પોલીસે બંને પક્ષના નિવેનદ નોંધી તજવીજ હાથ ધરી હતી.