રાજકોટમાં 17 વર્ષની બહેનને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરી સગર્ભા બનાવી, સગીરાએ બાળકને જન્મ આપ્યો

રાજકોટમાં 17 વર્ષની બહેનને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરી સગર્ભા બનાવી, સગીરાએ બાળકને જન્મ આપ્યો

રાજકોટ નજીક વાડીમાં પરિવાર સાથે ખેત મજૂરી કામ કરતી 17 વર્ષની સગીરાની તબીયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તબીબી તપાસમાં સગીરા સગર્ભા હોય તેને પ્રસૂતાની પીડા થતી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં સગીરાએ બાળકને જન્મ આપતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. બાદમાં પરિવારે કુવાડવા પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ જાણવા મળ્યું હતું કે, સગીરાએ બાળકને જન્મ આપ્યો તે તેના પિતરાઈ ભાઈનું હોવાનું ખુલ્યું હતું. મહીસાગરના ગાડીયા ગામે રહેતા સગીરાના પિતરાઈ ભાઈએ લગ્નની લાલચે અવારનવાર તેના ઘરે આવી દુષ્કર્મ આચર્યું હતું. આથી પોલીસે સગીરાના પિતરાઈ ભાઈ વિરૂદ્ધ ગુનો નોધી મહીસાગર પોલીસને જાણ કરી હતી.

ફેબ્રુઆરી મહિનામાં અવારનવાર દુષ્કર્મ આચર્યું‌‌રાજકોટના કુવાડવા રોડ નજીક સીમમાં પરિવાર સાથે રહેતી અને ખેત મજૂરી કરતી સગીરાની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. તબીબી તપાસમાં તેના પેટમાં બાળક હોવાનું જણાતાં ઝનાના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં હોસ્પિટલમાં સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. બનાવને પગલે PSI પાંડાવદરા સહિતે તપાસ કરતા ફેબ્રુઆરી માસ દરમિયાન મહીસાગર જિલ્લાના ગાડીયા ગામે રહેતો તેનો પિતરાઈ વિજય સવજીભાઈ કલાસરાએ લગ્નની લાલચ આપી અવારનવાર ઘરે આવી દુષ્કર્મ આચર્યુ હોવાની પરીવારને જાણ કરતા પોલીસે તેના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બાળકને NICUમાં દાખલ કરવામાં આવ્યું‌‌બાળકને શ્વાસ લેવામાં તકલીફ હોય હાલ નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU)માં દાખલ કરાયું છે અને સગીરાને ઝનાના વિભાગમાં દાખલ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતાં સગીરા સાથે તેના વતન મહિસાગર પંથકમાં પિતરાઈ ભાઇએ જ દુષ્‍કર્મ આચર્યુ હોવાથી ગર્ભ રહી ગયાનું અને કુંવારી માતા બન્‍યાનું ખુલતાં પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધી મહિસાગર પોલીસને ફરિયાદ મોકલી છે.

અગાઉ પરિવાર મહીસાગર વતનમાં જ રહેતો‌‌રાજકોટ પંથકની વાડીમાં રહી ખેત મજૂરી કરતો પરિવાર અગાઉ મહિસાગર વતનમાં રહેતો હતો. ગત ફેબ્રુઆરથી આ પરિવાર અહીં રહી મજૂરી કરે છે. ગઇકાલે સગીરાને પેટમાં દુઃખાવો શરૂ થતાં કુવાડવા હોસ્‍પિટલે લઇ જવાઇ હતી. ત્‍યાં તબીબને શંકા ઉપજતાં રિપાર્ટ કરતાં તેણીને રાજકોટ ખસેડાઇ હતી. અહીં નિદાન-રિપોર્ટ થતાં સગીરા સગર્ભા હોવાનું ખુલ્‍યું હતું. ઝનાના વિભાગમાં દાખલ કરવામાં આવતાં બાળકને જન્‍મ આપ્‍યો હતો.

સગીરા અને બાળક બન્ને સારવાર હેઠળ
કુવાડવા રોડ પોલીસે તપાસ કરતાં સગીરાએ જણાવ્યું હતું કે, અગાઉ વતનમાં રહેતાં હતાં ત્‍યારે પિતરાઇ ભાઇએ જ પોતાની સાથે શરીરસંબંધ બાંધી લીધો હતો. પોલીસે દુષ્‍કર્મનો ગુનો ઝીરો નંબરથી નોંધી ફરિયાદ મહિસાગર પોલીસ સ્‍ટેશનને મોકલી છે. કુંવારી મા બનેલી સગીરા અને તેણે જન્‍મ આપ્‍યો એ બાળક બન્ને સારવાર હેઠળ છે.

10 દિવસ પહેલા આવી જ ઘટના સામે આવી હતી
પરાપીપળિયામાં પરિવારજનો સાથે રહીને ખેતમજૂરી કરતી એમપીની વતની 17 વર્ષની સગીરાને બાજુની વાડીમાં ખેતમજૂરી કરતા કિશન નામના શખ્સ સાથે આંખ મળી હતી. નવેક મહિના પૂર્વે બન્ને ભાગી ગયા હતા. સગીરાના પરિવારજનોએ તત્કાલિન સમયે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ત્રણ મહિના બાદ સગીરા અને કિશનને ઝડપી લીધા હતા. કિશને સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યા હોય પોલીસે કિશન સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેને જેલહવાલે કર્યો હતો.

કિશનના સંબંધથી સગીરા સગર્ભા બની
કિશન સાથેના સંબંધથી સગર્ભા બનેલી સગીરાને 10 દિવસ પહેલા પેટમાં દુખાવો ઉપડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં સગીરાએ પુત્રને જન્મ આપ્યો હતો. સગીરા કુંવારી માતા બનતાની જાણ કરાતા ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. સગીરાની માતાએ જણાવ્યું હતું કે, કિશન તેની પુત્રીને અગાઉ ભગાડી ગયો હતો અને તેની સાથેના સંબંધને કારણે તેની પુત્રીએ દીકરાને જન્મ આપ્યો હતો.

4 મહિના પહેલા 15 વર્ષની સગીરા કુંવારી માતા બની હતી
રાજકોટમાં અગાઉ ચાર મહિના પહેલા એક સગીરા દુષ્કર્મનો શિકાર બની હોવાનું સામે આવ્યું હતું. જેમાં આરોપીએ લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. બાદમાં અવારનવાર અલગ અલગ જગ્યાએ લઇ જઇ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને ગર્ભ રાખી દેતા સગીરાને દીકરીને જન્મ આપ્યો હતો. આથી આરોપી બબલુ ચૌહાણ સામે આજીડેમ પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow