રાજસ્થાનમાં ખાટૂ શ્યામ તરીકે પૂજાય છે બળિયાદેવ: ખાટૂના દરબારની અનોખી માન્યતા જાણી અભિભૂત થઈ જશો

રાજસ્થાનમાં ખાટૂ શ્યામ તરીકે પૂજાય છે બળિયાદેવ: ખાટૂના દરબારની અનોખી માન્યતા જાણી અભિભૂત થઈ જશો

હિંદૂ ધર્મ અનુસાર ખાટૂ શ્યામજી કળીયુગમાં કૃષ્ણના અવતારમાં પુજવામાં આવે છે. જેમને શ્રી કૃષ્ણ પાસેથી વરદાન મળ્યું હતું કે કળયુગમાં તેમનું નામ શ્યામથી પુજવામાં આવશે. હકીકતે માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ બળિયાદેવના બલિદાનથી ખૂબ જ ખુશ હતા અને તેમને વરદાન મળ્યું હતું કે તે કળયુગના આવવા પર તે શ્યામના નામથી પૂજાશે. જે ભક્તો તેમના દરબારમાં આવીને સાચા મનથી પૂજા કરશે તેમનો ઉદ્ધાર થશે. જો તમે સાચા મનથી અને પ્રેમ-ભાવથી પૂજા કરશો તો તમારી મનોકામના પુરી થાય છે. જાણો રાજસ્થાનના ખાટૂ શ્યામ વિશે અમુક રસપદ વાતો...

કૃષ્ણની પરીક્ષામાં સફળ થયા બળિયાદેવ
ભગવાન શ્રી કૃષ્ણ અને બળિયાદેવ એક પીપળાના ઝાડની નીચે ઉભા હતા. શ્રી કૃષ્ણએ તેમને પડકાર આપ્યો કે તેમણે એક બાણથી ઝાડના બધા પાન પાડવાના છે. બાણથી બધા પાન નીચે આવી ગયા અને શ્રા કૃષ્ણના આસપાસ ચક્કર લગાવવા લાગ્યા.

શ્રી કૃષ્ણએ માંગ્યુ હતુ શીશ દાન
બ્રાહ્મણરૂપી શ્રી કૃષ્ણએ બળિયાદેવ પાસે દાનની ઈચ્છા વ્યક્ત કરી. બળિયાદેવના હા કહેવા પર જ્યારે શ્રી કૃષ્ણએ તેમની પાસે શીશ માગ્યું તો તેઓ ગભરાઈ ગયા. વીર બળિયાદેવ કહ્યું એક સાધારણ બ્રાહ્મણ આ રીતે દાન ન માંગી શકે, તેમણે શ્રી કૃષ્ણને પોતાના વાસ્તવિક રૂપના દર્શન આપવાની પ્રાર્થના કરી.‌

શ્રી કૃષ્ણે આપ્યા દર્શન
બ્રાહ્મણરૂપી શ્રી કૃષ્ણએ પોતાના અસલી રૂપમાં આવ્યા બાદ તેમને બળિયાદેવને શીશ દાન માંગવાનું કારણ સમજાવવા લાગ્યા કે યુદ્ધ પ્રારંભ થતા પહેલા સર્વશ્રેષ્ઠ ક્ષત્રિય શીસની આહુતિ આપવી પડે છે. બળિયાદેવે જ્યારે તેમને છેલ્લે સુધી મહાભારત યુદ્ધ જોવાની વાત કરી તો શ્રીકૃષ્ણ માની ગયા. તેમના શીશને યુદ્ધભુમીની પાસે એક પહાડ પર સ્થાપિત કરવામાં આવ્યું. જ્યાંથી તે સંપુર્ણ યુદ્ધ જોઈ શકે.

શ્રી કૃષ્ણએ આપ્યું વરદાન
શ્રી કૃષ્ણજી બળિયાદેવના આ વરદાનથી એટલા ખુશ થયા કે તેમણે તેમને કહ્યું કે કળયુગમાં તમે શ્યામ નામથી ઓળખાશો.‌

શું છે માન્યતા?
બળિયાદેવનું શીશ રાજસ્થાનના સીકર જિલ્લાની પાસે ખાટૂ નગરમાં દફનાવવામાં આવ્યું હતું માટે તેમને ખાટૂ શ્યામ બાબા કહેવામાં આવે છે.

દૂધની ધારો વહેવા લાગી હતી
એક વખત દેખાયું કે ત્યાંથી દૂધની ધાર પોતાની જાતે વહેવા લાગી હતી. ખોદકામ કર્યા બાદ ખાટૂજી શીશ ત્યાં પ્રગત થયું. કહેવાય છે કે ખાટૂ નગરના રાજાને મંદિર નિર્માણ અને શીશ ત્યાં સ્થાપિત કરવાનું સપનું આવ્યું હતું. આ રીતે આ મંદિરનું નિર્માણ થયું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow