નિનોરામાં 108 બટુકોએ મંત્રોચ્ચાર સાથે પુષ્પવર્ષા કરી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું; બાળકો સાથે ઝુમ્યા રાહુલ, કમલનાથ અને દિગ્વિજય

નિનોરામાં 108 બટુકોએ મંત્રોચ્ચાર સાથે પુષ્પવર્ષા કરી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું; બાળકો સાથે ઝુમ્યા રાહુલ, કમલનાથ અને દિગ્વિજય

મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો મંગળવારે સાતમો દિવસ છે. સવારે યાત્રા શરૂ થઈ હતી. આ યાત્રા ઉજ્જૈન જિલ્લામાં પહોંચી ગઈ છે. રાહુલ ગાંધી બપોરે બાબા મહાકાલના દર્શન કરશે. આ સાથે તેઓ એક વિશાળ સભાને પણ સંબોધન કરશે. આ અંગે ઉજ્જૈનમાં તૈયારીઓ પુરી કરવામાં આવી છે.

યાત્રા શરૂ થતા જ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને લોકો ઉમટી પડ્યા હતા. મોર્નિંગ બ્રેક યથાર્થ ફ્યુચરિસ્ટિક સ્કૂલ નિનોરા ખાતે કરવામાં આવ્યો હતો.જણાવવામાં આવી રહ્યું છે કે, રાહુલ રસ્તામાં બડે જિનાલયની પણ મુલાકાત લેશે.

આ પહેલા સોમવારે રાહુલ ગાંધીએ ઈન્દોરમાં યાત્રા કાઢી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

યાત્રાના અપડેટ્સ...

  • ટી બ્રેક દરમિયાન રાહુલ ગાંધી, પુર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહ બાળકો અને યુવાઓ સાથે ઝુમ્યા હતા.
  • રાહુલ ગાંધી બપોરે 3 વાગે ઉજ્જૈનમાં તપોભૂમિ ખાતે જૈન સંત પ્રજ્ઞા મુનિ સાગરના આશીર્વાદ લેશે. તેઓ અહીં મહાવીર સ્વામીની મૂર્તિને પુષ્પહાર કરશે. કીર્તિ સ્તંભનું ઉદ્ઘાટન પણ કરશે.
  • નિનોરા પાસે આવેલા બાલારામ જાટ ઢાબા પર ચા-પાણી કર્યા હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow