ખાંભા પંથકમાં 3 થી 6 કિલોમીટરની ઉંડાઇ પર ચાલે છે ભૂગર્ભીય હલચલ

ખાંભા પંથકમાં 3 થી 6 કિલોમીટરની ઉંડાઇ પર ચાલે છે ભૂગર્ભીય હલચલ

અમરેલી પંથકમા ભુગર્ભીય હલચલ વધુ તેજ બની છે. ખાસ કરીને ખાંભા સાવરકુંડલાની બોર્ડર પર આજે સવારે માત્ર અઢી કલાકના સમયગાળામા ભુકંપના પાંચ આંચકા અનુભવાયા હતા. આ વિસ્તારમા 3 કિમીથી લઇ 6 કિમીની ઉંડાઇ પર ભુગર્ભમા હલચલ તેજ બની છે. જેનો સ્પષ્ટ અણસાર આંચકાની વધી રહેલી સંખ્યા પરથી મળી રહ્યો છે.અમરેલી જિલ્લામા ભુકંપનુ કેન્દ્રબિંદુ અમરેલીથી દક્ષિણ-પુર્વ દિશામા 42થી 46 કિમીની વચ્ચે હોય છે. મિતીયાળા તથા આસપાસના 7 થી 8 કિમીના એરીયામા ભુગર્ભમા આ હલચલ ચાલે છે. અને તેની ઉંડાઇ મહદઅંશે 3 કિમીથી લઇ 6 કિમી સુધીની જોવા મળી રહી છે.

અઢી કલાકના સમયગાળામા ભુકંપના પાંચ આંચકા
ગીરકાંઠાનુ આ પોકેટ પાછલા ઘણા સમયથી ભુકંપની ઉદગમબિંદુ બન્યુ છે અને આટલા વિસ્તારમા ઉંડાઇ પર ગતિવિધી ચાલી રહી છે. સવારે 7:06 કલાકે અમરેલીથી 42 કિમી દુર ભુકંપનો આ પ્રથમ આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 1.7 કિમીની રહી હતી. ત્યારબાદ થોડા થોડા સમયના અંતરે સતત આંચકા આવતા રહ્યાં હતા. ચાર મિનીટ બાદ 7:10 મિનીટે 1.1ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો.

ભુકંપથી લોકોમા ભારે ફફડાટ જોવા મળી રહ્યો
જ્યારે 7:37 મિનીટે 1.9 તથા 7:57 મિનીટે 2.2ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો હતો. ભુકંપનો છેલ્લો આંચકો સવારે 9:31 મિનીટે આવ્યો હતો જે અમરેલીથી 45 કિમી દુર હતો અને તેની તીવ્રતા 2.4 કિમીની ​​​​​​​રહી હતી. આ વિસ્તારમા સતત આવી રહેલા ભુકંપથી લોકોમા ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. અગાઉ સિસ્મોલોજી વિભાગની ટીમે અહી આવી તપાસ પણ કરી હતી અને લોકોને મોટો ભુકંપ આવવાની શકયતા નહિવત હોવાનુ આશ્વાસન પણ આપ્યુ હતુ. જો કે તંત્રના આ આશ્વાસન બાદ પણ લોકોનો ઉચાટ દુર થઇ રહ્યો નથી.

ભૂકંપની તીવ્રતા અને અસર: 3.8ના ભૂકંપમાં જામમાલનું નુકસાન થતું નથી

  • 0-2 : રિક્ટર સ્કેલના ભૂકંપમાં આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
  • 2-2.9 : રિક્ટર સ્કેલના ભૂકંપમાં સામાન્ય આંચકો અનુભવાય છે, જેમાં જાનમાલનું કોઈ પણ નુકસાન જોવા મળ્યું નથી.
  • 3-3.9 : રિક્ટર સ્કેલના ભૂકંપમાં પંખા, ઝૂમર જેવી લટકતી વસ્તુ હાલે છે, જેથી ભય ફેલાઈ જાય છે.
  • 4-4.9 : 4થી 4.9 રિક્ટર સ્કેલના ભૂકંપમાં દીવાલોમાં તિરાડો પડી શકે છે અને કાચા મકાનો ધરાશાયી થઈ શકે છે.
  • 5-5.9 : રિક્ટર સ્કેલના ભૂકંપ ખતરનાક હોય છે, જેમાં ફર્નિચર હલવા કે ખસવા માંડે છે, જેમાં વધુ નુકશાન થાય છે.
  • 6-6.9 : રિક્ટર સ્કેલના ભૂકંપ તીવ્રતા વધારે હોય છે, જેમાં કાચી કે નબળી ઇમારત તૂટી પડે છે. જાનમાલને નુકશાન થાય છે.
  • 7-7.9 : રિક્ટર સ્કેલના ભૂકંપમાં ઘણી બિલ્ડીંગો તૂટી પડે છે. જમીન નીચેના પાઇપ ફાટી જાય છે. તબાહી થાય છે.
  • 8-8.9 : 8થી 8.9 રિક્ટર સ્કેલનો ભૂકંપ ભારે વિનાશ સર્જે છે. પુલ પણ પડી શકે છે. શહેરી વિસ્તારમાં આવે તો મોટી તબાહી થાય છે.
  • 9-9+ : 9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલનો ભૂકંપ સંપૂર્ણ તબાહી સર્જી શકે છે. કાંઠામાં સુનામી પણ આવે છે.

ભૂકંપ દરમિયાન શું કરવું?
ભૂકંપ આવે ત્યારે ઘરમાં હોવ તો જમીન પર બેસી જવું, પલંગ, ટેબલ જેવા મજબુત ફર્નિચર નીચે છુપાઇ જવું, કાચની બારી દરવાજા કે ભારે ફર્નિચરથી દુર રહેવું, લિફ્ટને બદલે દાદરનો ઉપયોગ કરવો. જો ઘરની બહાર હોવ તો ઊંચી બિલ્ડીંગથી દૂર રહો, મેદાનમાં ચાલી જાવ, વીજપોલથી દુર રહો, કારને પાર્ક કરી બેસી રહો. કાટમાળમાં દબાઈ જાવ તો સ્થિર રહી રૂમાલ કે કપડું મોઢા પર ઢાંકી લેવું, કોઈક રીતે અવાજ કરો જેથી રેસ્ક્યૂ કરી શકાય.

મિતીયાળા અને આસપાસનો વિસ્તાર કેન્દ્રબિંદુ
અમરેલીથી 40 કિમી દુર આવેલ ગીરકાંઠાના મિતીયાળા તથા આસપાસના વિસ્તારમા સતત ભુકંપનુ કેન્દ્રબિંદુ રહે છે. માત્ર 5 થી 6 કિમીના એરીયામા ભુકંપનુ કેન્દ્રબિંદુ વધુ જોવા મળે છે. વળી તેની ઉંડાઇ 3 થી 6 કિમી સુધી હોય છે.

ચાલુ માસમાં ભૂકંપના કેટલા આંચકા આવ્યા?

તારીખભુકંપની તીવ્રતા
2/2/232.8
4/2/233.2
6/2/233.2
19/2/232.8
21/2/231.7
21/2/231.1
21/2/231.9
21/2/232.2
21/2/232.4

Read more

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow
એસ.ટી.ની નવી નકોર બસમાં ગંદકીના ગંજનો વીડિયો વાઈરલ

એસ.ટી.ની નવી નકોર બસમાં ગંદકીના ગંજનો વીડિયો વાઈરલ

આ છે રાજકોટ એસટી ડિવિઝનની એક્સપ્રેસ બસની બદતર હાલત. 30 જુલાઈના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 151 નવી એસ.ટી. બસોને લીલીઝંડી આપવા

By Gujaratnow
આસારામની હાલત ગંભીર, ઇન્દોરની હોસ્પિટલમાં ICUમાં દાખલ

આસારામની હાલત ગંભીર, ઇન્દોરની હોસ્પિટલમાં ICUમાં દાખલ

ગુજરાત અને રાજસ્થાનમાં બળાત્કારના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ફરી એકવાર રાહત મળી છે. રાજસ્થાન હાઈકોર્ટે આજે 8 ઓગસ્

By Gujaratnow
અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

'સૈયારા'એ કમાણીના સંદર્ભમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે અને ફિલ્મ બ્લોકબસ્ટર બની છે. ફિલ્મ બાદ અહાન પાંડે અને અનિત પડ્ડા રાતોરાત

By Gujaratnow