દેશભરમાં માત્ર બે મહિનામાં જ 916 કિલો ગેરકાયદે સોનું પકડાયું

દેશભરમાં માત્ર બે મહિનામાં જ 916 કિલો ગેરકાયદે સોનું પકડાયું

ઊંચા ટેક્સ અને કિંમતોમાં તીવ્ર ગતિથી વધારાનાં કારણે દેશમાં સોનાની દાણચોરીમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કસ્ટમ એન્ડ ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) વર્ષ 2023નાં પ્રથમ બે માસ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ કુલ 916.37 કિલો સોનાનો જથ્થો પકડી પાડ્યો છે. 2022માં સમગ્ર વર્ષે 2283.38 કિલો સોનાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. એટલે કે ગયા વર્ષે સોનાનો જે જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો તે પૈકીનો 38.44 ટકા સોનાનો જથ્થો વિભાગની ટીમે માત્ર બે મહિનામાં પકડી પાડવામાં સફળતા મેળવી છે.

વિભાગ મુજબ દાણચોરો નવી નવી રીતથી વિદેશોથી સોનું લાવુ રહ્યા છે. કાયદેસર લવાતા સોના પર ત્રણ ટકા જીએસટી લાગે છે. આનાથી બચવા માટે છેલ્લા વર્ષોમાં સોનાનાં ગેરકાયદે કારોબારમાં વધારો થયો છે. 2021માં દેશમાં કુલ 2154.58 કિલો સોનાનો જથ્થો જપ્ત કરાયો હતો. 2022માં દાણચોરી 10.62 ટકા વધી હતી. રાજ્યસભામાં એક પ્રશ્નનાં જવાબમાં નાણાં મંત્રાલય તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. કેરળમાં સૌથી વધુ દાણચોરી મારફતે સોનુ લવાય છે. 2022માં 755.80 કિલો એટલે કે કુલ દાણચોરી કરીને લવાયેલા સોનાનાં જથ્થા પૈકી 35.07 ટકા માત્ર આ રાજ્યમાં જ જપ્ત કરાયો છે. મહારાષ્ટ્ર (535.65 કિલો) બીજા, તમિળનાડુ (519 કિલો) સાથે ત્રીજા સ્થાને છે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow