જિયો ફાઇ.માં નીચલી સર્કિટથી 29મીએ આંકમાંથી દૂર કરાશે

જિયો ફાઇ.માં નીચલી સર્કિટથી 29મીએ આંકમાંથી દૂર કરાશે

BSEએ રિલાયન્સ જૂથના ડીમર્જ થયેલા નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસ યુનિટ જિયો ફાઇનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડને S&P BSEના તમામ સૂચકાંકોમાંથી દૂર કરવાના સમયને 29 ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યો છે. 24 ઓગસ્ટના રોજ સૂચકાંકોમાંથી સ્ટોકને દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સોમવારે જિયો ફાઇનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડનું લિસ્ટિંગ થયું હતું અને સતત બીજા દિવસે લોઅર સર્કિટ લાગી હતી.

JFSLની લોઅર સર્કિટથી એશિયા ઇન્ડેક્સ પ્રાઇવેટ લિમિટેડ વાકેફ છે. સતત બે દિવસ સુધી શેર્સમાં લોઅર સર્કિટ લાગવાને કારણે સૂચકાંક માટેની સમિતિએ વધુ ત્રણ દિવસ સુધી JFSLને સૂચકાંકોમાંથી હટાવવાના સમયને મુલતવી રાખવાનું નક્કી કર્યું છે. હવે JFSLને 29 ઓગસ્ટના રોજ ટ્રેડિંગ શરૂ થાય તે પહેલા તમામ સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવશે. એશિયા ઇન્ડેક્સ એ બીએસઇ અને S&P ડાઉ જોન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

તદુપરાંત, જો હજુ પણ JFSLમાં લોઅર સર્કિટ જોવા મળશે તો સૂચકાંકોમાંથી તેને દૂર કરવાની તારીખને વધુ ત્રણ દિવસ સુધી મુલતવી રાખવામાં આવે તેવી શક્યતા છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow