જેતપુરના સુંદરવન અને શિવપાર્કમાં ભૂગર્ભના ખાડા ખોદીને તંત્ર ગાયબ!

જેતપુરના સુંદરવન અને શિવપાર્કમાં ભૂગર્ભના ખાડા ખોદીને તંત્ર ગાયબ!

જેતપુરમાં પાલિકા તંત્ર જાણે કે ગાઢ નિંદ્રામાં પોઢી ગયું લાગે છે. શહેરના રહેવાસીઓ કેટકેટલીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવા છતાં તંત્રના પેટનું પાણી ય હલતું નથી. સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યા નથી. શહેરના સુંદર વન અને શિવ પાર્ક વિસ્તારના લોકોને તેમની સોસાયટીમાંથી મુખ્ય રોડ પર જવા માટે લાગુ પડતા રોડની આડે અન્ય સોસાયટીના બિલ્ડરે દીવાલ બનાવી દેતા લત્તાવાસીઓને અડધો કિમી ફરીને જવું પડતું હોવાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

તેમજ છેલ્લા ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડાઓ પૂરવામાં ન આવતા નાના બાળકો સહિત રાહદારીઓને અંદર પડવાનો ભય સતાવતો રહે છે. એટલું ઓછું ન હોય તેમ પાકા રોડ અને સફાઇ જેવી મૂળભૂત સુવિધાઓ બાબતે અસંખ્ય રજૂઆતો કરાઇ હોવા છતાં પાલિકા તંત્રને આંખ આડા કાન હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સરધારપુર રોડ પર સુંદરવન અને શિવ પાર્ક બંને વિસ્તારો બાજુ બાજુમાં આવેલા છે.

જ્યાંથી મુખ્ય રસ્તા પર જવા માટે ચાર રસ્તાઓ પડે છે, પરંતુ ચારેય રસ્તા મયુર પાર્ક સાથે જોડાયેલા હોય અને મયુર પાર્કના બિલ્ડરે લાગુ રોડ આડે દીવાલ બનાવી રોડ બંધ કરી દીધો હોવાથી આ બંને લત્તાવાસીઓને અડધો કિમી ફરીને મુખ્ય રસ્તા પર જવું પડે છે.

જેથી આ રસ્તાઓ આડેની આડશરૂપ દીવાલ દૂર કરવા માટે સ્થાનિકોએ નગરપાલિકામાં અવારનવાર આવેદનપત્ર આપ્યા હોવા છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. નગરપાલિકાએ દીવાલ દૂર કરીને ફરી રસ્તો બનાવી આપવાના ઠાલા વચનો આપ્યા હોવાના લોકોએ આક્ષેપો કર્યા હતા. ઉપરાંત ભૂગર્ભ ગટર માટે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ત્રણ મહિના અગાઉ રસ્તાઓની વચ્ચોવચ્ચ ઊંડા ખાડાઓ ખોદ્યા છ. જે હજુ ન પૂર તા અકસ્માતે બાળકો તેમાં પડી જવાનો માતા-પિતાને ભય રહે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow