જાપાનમાં વાળ કપાવ્યા વિનાના વિદ્યાર્થીને જુદો બેસાડાયો!

જાપાનમાં વાળ કપાવ્યા વિનાના વિદ્યાર્થીને જુદો બેસાડાયો!

જાપાનની કોલેજમાં ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન વાળ કપાવ્યા વગર હાજર રહેનાર વિદ્યાર્થીને ભારે પડ્યું છે. આ ઘટના બાદ નવી દલીલ પણ શરૂ થઇ ચૂકી છે. જ્યારે સ્કૂલના મેનેજમેન્ટ પર ભેદભાવના આરોપ પણ છે. વાસ્તવમાં, જાપાનની એક સ્કૂલમાં ગ્રેજ્યુએશન સેરેમનીમાં એક વિદ્યાર્થી તેમના આફ્રિકી-અમેરિકન મૂળના પિતાની માફક કૉર્નરોજ (વાંકડિયા વાળ પર ચોટલી) બાંધીને સેરેમનીમાં પહોંચ્યો હતો. આ 18 વર્ષીય વિદ્યાર્થીની માતા મૂળ જાપાની છે.

તે પોતાના વાંકડિયા વાળને કારણે કૉર્નરોઝ બાંધીને પહોંચ્યો હતો. વિદ્યાર્થીને જોઇને સ્કૂલના મેનેજમેન્ટે તેને અન્ય વિદ્યાર્થીઓથી અલગ બેસાડ્યો હતો અને ચેતવણી આપી કે જ્યારે સ્ટેજ પરથી નામ બોલાય ત્યારે સ્ટેજ પર આવવાની મનાઇ છે. જાપાનની કોલેજમાં ગ્રેજ્યુએશન સેરેમનીમાં સખત નિયમોની ટીકા શરૂ થઇ છે. આ સ્કૂલના નિયમોમાં બ્રેડિંગ વિશે કોઇ ઉલ્લેખ નથી, પરંતુ વાળને કપાવવાના નિયમનું પાલન કરવાનો નિર્દેશ છે.

નિયમોનું પાલન ન કરાતા સજા કરાઇ: મેનેજમેન્ટ
વિદ્યાર્થીને લાગ્યું આ તેના માટે વિશેષ દિવસ નથી. આ હેરસ્ટાઇલ બ્લેક કમ્યુનિટીમાં મારા પિતાની સંસ્કૃતિ દર્શાવે છે. આ સમારોહથી જોડાયેલા સ્કૂલના અધિકારીએ જણાવ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરાતા આ વિદ્યાર્થીને અલગ બેસાડવામાં આવ્યો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow