ચીનમાં સરકાર મહિલાઓને દહેજ નહીં લેવાના શપથ લેવડાવે છે

ચીનમાં સરકાર મહિલાઓને દહેજ નહીં લેવાના શપથ લેવડાવે છે

લગ્નમાં વરને દહેજ આપવું એ તો સામાન્ય બાબત છે પણ ચીનમાં એનાથી વિપરીત કન્યાને લગ્ન માટે દહેજ આપવું પડે છે. ચીનની સામાન્ય વાતચીતની ભાષામાં વર દ્વારા અપાતા દહેજને ‘કૈલી’ કહેવાય છે. જેની કિંમત સતત વધી રહી છે. લગ્ન માટે અમુક પ્રાંતોમાં સરેરાશ 16 લાખ 47 હજાર રૂપિયા આપવા પડે છે. આ દહેજની પ્રથા પર પ્રતિબંધ લગાવવા માટે સ્થાનિક સરકાર દાઈજિયાપુ જેવા કાર્યક્રમોના માધ્યમથી પ્રચાર અભિયાન ચલાવી રહી છે. અમુક શહેરોમાં અધિકારીઓએ કૈલી પર કાર્યવાહી પણ કરી છે અને અમુક વખત તો વર-કન્યાનાં પરિજનો સાથે વાત કરવાની કોશિશ પણ કરી છે.

ચીનમાં પુરુષોની અછતના કારણે આ પ્રથા છે. સરકાર આના પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ પણ કરી રહી છે. કન્યાપક્ષ જોડે શપથપત્ર પણ ભરાવી રહી છે કે તેઓ દહેજ નહીં લે. જોકે કોઈમ્બતૂર યુનિવસિર્ટીમાં એન્થ્રોપોલોજીના પ્રોફેસર ગોંસાલો સૈન્ટોસનું માનવું છે કે ચીનમાં મોટા ભાગે કાયદો મહિલાઓને કેન્દ્રમાં રાખી બનાવાય છે જે બરોબર નથી. મહિલાઓ જોડેથી સામાજિક વ્યવસ્થા અને સદભાવ બનાવી રાખવાની આશા રાખવી જ પિતૃસત્તા છે. મહિલાઓને દહેજ ન લેવાના શપથ અપાવનારી સરકાર ભૂલી જાય છે કે આ સ્થિતિ એમની જ વન ચાઈલ્ડ પોલિસીના કારણે બની છે. શોધકર્તા જણાવે છે કે વન ચાઈલ્ડ પોલિસી પછી સામાન્ય રીતે ચીનના પરિવારોમાં છોકરાઓ પર ફોકસ વધ્યું છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow