બોરવાણીમાં 40 ઘરોમાં 2-2 નળ હોવા છતાં પાણીનું ટીપું પણ નહીં

બોરવાણીમાં 40 ઘરોમાં 2-2 નળ હોવા છતાં પાણીનું ટીપું પણ નહીં

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બોરવાણી ગામે નિશાળ ફળિયાના નલ સે જલ યોજનાના નળ ઘરે ઘર મૂકવામાં આવ્યા છે. તેમજ ગ્રામ પંચાયત દ્વારા પણ પાણીની સુવિધાને લઈ ટાંકી મૂકવામાં આવી છે. પરંતુ ના તો નલ સે જલ યોજનાનું પાણી નળમાં આવે છે કે ના તો ગ્રામ પંચાયતે મૂકેલ નળમાં પાણી આવે છે. ઘર આંગણે બે બે નળ હોવા છતાંય આજદિન સુધી ટીપું પાણી નળમાં આવ્યું નથી. સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં પાણીલક્ષી યોજનામાં થયેલ લાખ્ખોનો ખર્ચ હાલ તો નિષ્ફળ ગયો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

40 ઘરની મહિલાઓ એક જ પાણીનો બોર ચાલુ હોય ત્યાં પાણી ભરે છે. એ પણ તેમના ફળિયામાં રહેતા વૃદ્ધ પરિવાર જેમના પગથી ચલાતું નથી તેવા વૃદ્ધ મહિલાઓ ઘર આંગણે મૂકેલ નળમાં પાણી આવતું ન હોઇ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રામ પંચાયતના તલાટીને ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ છે.

છતાંય પાણી આવશે તેવા વાયદા કરાઇ રહ્યા છે. નલ સે જલ યોજનામાં પાણી સમિતિના બેન્ક ખાતામાં યોજનાલક્ષી ગ્રાન્ટ આવે છે. તે પણ કામગીરી કરનાર એજન્સી અને તલાટીના મેળાપણથી વાપરી નાખવામાં આવી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. હાલમાં તો નળમાં પાણી આવતું ન હોઇ ગ્રામજનોમાં રોષ ઉઠ્યો છે. ગામની મહિલાઓ નળમાં પાણી આવે તેવી માંગ કરી રહી છે.

અધિકારીઓ કામગીરીની સ્થળ તપાસ કરાવે તેવી લોક માંગ
પાણીની સુવિધા માટે બોર આજુબાજુમાં થયેલ જેનો ખર્ચ ગ્રામ પંચાયતના ચોપડા પર પડેલ. નલ સે જલ યોજનાનો લાખ્ખોનો ખર્ચ છતાંય પાણી નળમાં ન આવે તેનો શું મતલબ? છોટાઉદેપુર ડીડીઓ જિલ્લામાંથી ટીમ મોકલી તપાસ કરાવે તેવી લોક માગ ઉઠી છે.

ઉનાળામાં પાણી માટે આમતેમ ભટકવું પડે છે
નળની લાઈન જોડે તો પાણી મળે પણ ઉપટ ઝાપટ કામગીરી કરાઇ છે. તલાટીને કહ્યું હતું પણ કોઈને કંઈ પડી નથી. સરકાર કહે નળમાં પાણી આપ્યું. અમારા ઘરે આવો નળ ભાગી ગયા પણ પાણીનું ટીપું ય આવ્યું નથી. ઉનાળામાં તો બોવ દુઃખ ભોગવીએ છે. કેટલાય બોર કરેલા છે. પણ કોઈ આયોજન નથી. ફક્ત આડેધડ ખર્ચો કરાઈ રહ્યો એનો શું મતલબ. નળમાં પાણી મળે એવી સૌ મહિલાઓની માંગ છે. > રાઠવા હંસાબેન, ગ્રામજન, બોરવાણી

ઘરે 2 નળ મૂક્યા છે પણ પાણી આવતું નથી એનો શું મતલબ?
આ ઉંમરે પાણી ભરવા મારા ઘરેથી 200 મીટર દૂર બોરમાં પાણી લેવા જવું પડે છે. ઘૂંટણ દુખે તોય જવું પડે. બે નળ મૂકેલા છે. પ્રાર્થના કરી કહું છું મારા ઘરે નળમાં પાણી આપો. બોવ હેરાન થવ છું. આ ઉંમરે દુઃખ નથી વેઠાતું. > ગંગાબેન ભીલ, વૃદ્ધ મહિલા ગ્રામજન, બોરવાણી

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow