બારડોલીમાં રીક્ષા પલટી મારતા એકનુ મોત, ચાલકને ગંભીર ઇજા `

બારડોલીમાં રીક્ષા પલટી મારતા એકનુ મોત, ચાલકને ગંભીર ઇજા `

મોડી સાંજે કડોદરાથી બારડોલી આવતી રીક્ષા ખાન પોઇન્ટ નજીકના માર્ગ પર અચાનક કૂતરું આવી જતા બચાવવાની કોશિશ દરમિયાન રીક્ષા પલટી મારી જતા રિક્ષામાં સવાર એક આધેડ વયના પુરુષનું મોત થયું હતું. રીક્ષા ચાલકની હાલત ગંભીર હોવાથી, વધુ સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યો છે.

રીક્ષામાં બેઠેલા અન્ય બે સવારને પણ પગના ભાગમાં ઇજાઓ થતાં સારવાર હેઠળ છે. કડોદરાથી બારડોલી આવી રહેલી એક રિક્ષા નંબર જીજે ૦૫ બી ડબલ્યુ ૪૦૧૫ બારડોલી જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ખાન પોઇન્ટ નજીકથી પસાર થતા, રસ્તામાં અચાનક કૂતરું આવી જતા, અચાનક રીક્ષા પલટી હતી. જેમાં ચાલક સહિત અન્ય ત્રણ મુસાફરોમાં વખતસિંહ દયાસિંઘ સોલંકી (72 )રહે. હુડકો સોસાયટી બારડોલી નું મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે અન્ય મુસાફરો પૈકીના ત્રીકમભાઈ સરાજીયાભાઈ ગામીત ( રહે. રાનવેરી, વાલોડ) તથા દિક્ષિતા વિજયભાઈ સુરતી(.25 ) રહે. તરસાડા, માંડવી મળી બંનેને પગમાં ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow