Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
crime

રાજકોટમાં જૂની અદાવતમાં બે શખસ સોડા બોટલનું કેરેટ ભરી આવ્યા, ઘર પર છૂટા ઘા કર્યા

Gujaratnow2 min read
રાજકોટમાં જૂની અદાવતમાં બે શખસ સોડા બોટલનું કેરેટ ભરી આવ્યા, ઘર પર છૂટા ઘા કર્યા

રાજકોટ-જામનગર રોડ પર આવેલા મનહરપુર 1 ગામમાં જૂની અદાવતમાં ગત રાત્રિના બે શખસે એક પરિવારના ઘર પર સોડા બોટલના છૂટા ઘા કર્યા હતા. ઘરના કાચ ફોડી નાખી પરિવારને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે આપમાનિત કર્યા હતા. આ મામલે વૃદ્ધાની ફરિયાદ પરથી પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તોડફોડ કરનાર આ શખસોને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી છે. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં સોડા બોટલનું ગાલુ લઈને બન્ને શખસ ટુવ્હિલર પર આવે છે અને એક પછી એક સોડા બોટલના ઘા કરતા નજરે પડે છે. બાદમાં બન્ને શખસ નાસી જાય છે.

વૃદ્ધાએ બે શખસ સામે પોલીસ ફરિયાદ કરી
મનહરપુર 1માં દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે રહેતા મણીબેન જેઠાભાઈ સાગઠિયા (ઉં.વ.70)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપી તરીકે મનહરપુરમાં જ રહેતા વિનય ઉર્ફે ભૂરો ઉકેડિયા અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.

‌વૃદ્ધા એક શખસને ઓળખી ગયા, બીજો અજાણ્યો
વૃદ્ધાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ મોડી રાત્રિના દોઢેક વાગ્યે કાચ તૂટવાનો અવાજ આવતા તેઓ જાગી ગયા હતા અને તેમના પુત્રવધૂ મનિષાબેન પણ જાગી ગયા હતા. કાચ તૂટવાનો ખૂબ જ અવાજ આવતો હોય બારીમાંથી જોતા ઘરની બહાર એક્ટિવા પર આવેલા બે શખસ તેમની પાસે રહેલી કાચની સોડા બોટલોના કેરેટમાંથી છૂટા ઘા કરતા હતા. જેમાંથી એક વિનય ઉર્ફે ભૂરો હોય જે આ જ વિસ્તારનો હોવાથી વૃદ્ધા તેમને ઓળખી ગયા હતા. જ્યારે તેની સાથે એક અજાણ્યો શખસ હતો.

ઘરના હોલમાં પણ તોડફોડ થઈ
પરિવારે આ શખસોને ‘કોણ છો?, ઉભા રહો’ તેવું કહેતા વિનય વધુ ઉશ્કેરાયો હતો અને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહ્યા હતા. સોડા બોટલોના છૂટા ઘા કરતા ઘરની આગળની દીવાલમાં લગાવેલ કાચ તૂટી ગયો હતો. તેમજ ઘરના હોલમાં પણ તોડફોડ થઈ હતી. બાદમાં પોલીસને જાણ કરી દેતા આ શખસો અહીંથી નાસી ગયા હતા. ત્યારબાદ આ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદીના પુત્રને ચાર મહિના પહેલા છરી મારી હતી
ચારેક મહિના પૂર્વે વિનય અને તેની સાથેના અન્ય શખસોએ મળી ફરિયાદીના મોટા પુત્ર નાનજીભાઈ સાગઠિયાને છરી મારી દીધી હતી. આ અંગે નાનજીભાઈએ વિનય વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. ત્યારબાદ ત્રણેક માસ પૂર્વે વિનય બે વખત કાચની સોડા બોટલોના ઘા કરી મકાનના કાચ ફોડી નાખ્યા હતા. બાદમાં ગઈકાલ રાત્રે ફરી વિનય અહીં ધસી આવ્યો હતો અને સોડા બોટલોના છૂટા ઘા કરી કાચ ફોડી નાખી અંદાજિત રૂ.15,000નું નુકસાન કર્યું હોય આ મામલે વૃદ્ધાની ફરિયાદ પરથી પોલીસે બન્ને આરોપીઓ સામે IPC કલમ 336, 294(ખ), 427, 114 અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Gujaratnow2 min read

Related News