રાજકોટના ગોંડલ રોડ પરના અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું

રાજકોટના ગોંડલ રોડ પરના અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું

રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં માર્ગ અકસ્માતની 3 ઘટનામાં 3 યુવાનોના મોત નિપજ્યા છે ત્યારે રાજકોટ શહેરના ગોંડલ રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં મક્કમ ચોક નજીક થી પસાર થઇ રહેલ યુવકને આઇસરે હડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આઇસરે હડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત
પ્રાપ્ત વિગત મુજબ ગુરુવારે રાત્રીના સમયે કારખાને થી પોતાના ઘરે પરત જતો યુવક કૌશિક રમેશભાઈ જરિયા પોતાના એક્ટિવા મોટર સાયકલ નંબર જીજે.03.એમએફ.8015 લઈને ગોંડલ રોડ પર મક્કમ ચોક નજીકથી પસાર થઇ રહ્યો હતો ત્યારે આઇસર ચાલકે તેને હડફેટે લેતા તે રોડ પર પટકાયો હતો અને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow