અમેરિકામાં લક્ઝરી કારો રોલિંગ સુપર કોમ્પ્યૂટર બની રહી છે

અમેરિકામાં લક્ઝરી કારો રોલિંગ સુપર કોમ્પ્યૂટર બની રહી છે

અમેરિકામાં લક્ઝરી કારો રોલિંગ સુપર કોમ્પ્યૂટર બની રહી છે. ગેજેટથી ભરેલી કારોમાં મોટી સ્ક્રીનનો ટ્રેન્ડ ડિઝાઈનરો, કાર ખરીદારો અને એ ક્ષેત્રના નિષ્ણાતો વચ્ચે વિવાદનો વિષય બન્યો છે. હાલમાં જ બીએમડબ્લ્યૂએ તેના કારનું મોડલ આઈ 7 સેડાનમાં 31 ઈંચની સ્ક્રીન લગાવી છે.ડબલ-કોટેડ ગ્લાસના સ્કલ્પચરલ સ્લેબ હેઠળ 8 પ્રોસેસર દ્વારા સંચાલિત, હાઈપરસ્ક્રીન આખા ડેશબોર્ડમાં આપી છે.

જોકે મોટી સ્ક્રીન આપવાનો આ ટ્રેન્ડ 2009માં જ શરૂ થઈ ગયો હતો. જ્યારે ટેસ્લાએ પોતાની કારમાં 17 ઈંચની સ્ક્રીન આપી હતી. મોટી સ્ક્રીન લગાવવાને લઈને લોકોના અલગ-અલગ મતો છે. અમુક લોકોનું કહેવું છે કે મોટી સ્ક્રીન હોવાને લીધે તેમને ફાયદો છે તો અમુક લોકો તેને નુકસાની સાથે જોડે છે. કે આવા પ્રકારની સ્ક્રીનને કારણે ડ્રાઈવરને ડ્રાઈવ કરવામાં મુશ્કેલી થશે.

લાસ વેગાસમાં સંમેલનમાં બીએમડબ્લ્યૂના અધ્યક્ષ ઓલિવર જિપ્સેએ કહ્યું કે તેઓ સુરક્ષા કારણોસર મોટી ડેશબોર્ડ સ્ક્રીનો પર પ્રતિબંધ લગાવશે. તેમણે કહ્યું કે જો તમને તમારી કાર ચલાવવા માટે નીચે જોવું પડે તો અમને લાગે છે કે આ એક મોટી ભૂલ છે. અમારો કોઈ પણ ગ્રાહક પોતાના લિવિંગ રૂમને સ્ક્રીનથી ઢાંકવાનું પસંદ નહીં કરે. તે ઈમ્સની ખુરશી કે નેલ્સનની ઘડિયાળ પસંદ કરશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow