અમદાવાદ સિવિલ કેમ્પસમાં દારૂની મહેફીલ, ચીકાર નશો કરેલી હાલતમાં 6 કર્મચારીઓ ઝડપાયા

અમદાવાદ સિવિલ કેમ્પસમાં દારૂની મહેફીલ, ચીકાર નશો કરેલી હાલતમાં 6 કર્મચારીઓ ઝડપાયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે.ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે તેના અનેક પુરાવાઓ સામે આવતા હોય છે તેવામાં સિવિલ હોસ્પિટલના 6 કર્મચારી દારૂના નશામાં ધૂત હાલાતમાં ઝડપાયા હતા. જેને લઈને હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

ચાલુ ફરજે પીવાઈ રહ્યો હતો દારૂ

અમદાવાદ સિવિલ હોસ્પિટલનો સેનેટરી ઇન્સ્પેકટર તુષાર ખરાડી સહિત 6 શખ્સો દારૂના નશામાં ઝડપાયા હતા. સોપનમ 8 માં દારૂની મેહફીલ જામી હતી. જેમાં ચાલુ ડ્યુટી પર કર્મચારીઓ દારૂ ઢીંચી મોજ માણતા ઝડપાયા હતા. જેને લઈને સ્થાનિક લોકોએ વિડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે કેમેરાથી બચી નશાના બંધાણી કર્મચારીઓ નાસી ગયા હતા. ઉલ્લેખનિય છે કે શાહીબાગ પોલીસ અને મેઘાણીનગર પોલીસ વચ્ચે હદનો વિવાદ વકરી રહ્યો છે. અમારામાં ન આવેનું જણાવી બન્ને પોલીસ મથકના કર્મીઓ કાર્યવાહી ન કરતા હોવાની પણ રાવ ઉઠી છે. ત્યારબાદ મેઘાણીનગર પોલીસે અટકાયત કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow