જયપુરની ફાઈવ સ્ટાર હોટલમાં વિદેશી મહિલાએ ન્યૂડ થઈને મચાવ્યો ઉત્પાત

જયપુરની એક ફાઈવ સ્ટાર હોટલમાં એક વિદેશી મહિલાએ ન્યૂડ થઈને ભારે હંગામો ખડો કર્યો હતો. કોઈક વાતે હોટલ સ્ટાફથી નારાજ થયેલી વિદેશી મહિલા ન્યૂડ થઈને હોટલની લોબીમાં આવી હતી અને પછી તેણે પુરુષો અને મહિલા પર કેર વર્તાવ્યો હતો.

દુર્વવ્યહારની વાતે ગુસ્સો આવતા મચી પડી હોબાળો કરવા
જયપુરની હોટલના વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિદેશી મહિલા હોટલના સ્ટાફ સાથે ઝઘડતી જોવા મળી રહી છે. વીડિયોમાં મહિલા ખૂબ ગુસ્સામાં જોવા મળી રહી છે. કેમેરામાં મહિલા ગાળો બોલતી જોવા મળે છે, તેણે હોટલના સ્ટાફ પર ખોટા વ્યવહારનો પણ આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં હોટલનો સ્ટાફ મહિલાને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે, તેમ છતાં પણ મહિલાનો ગુસ્સો શાંત થયો નહોતો. મહિલાએ હોટલના સ્ટાફને મુક્કા માર્યા હતા અને એક મહિલાના વાળ ખેંચતી પણ જોવા મળી રહી છે. વાળ ખેંચાતા રોષે ભરાયેલી મહિલા હોટલનો સ્ટાફ ગુસ્સામાં પોલીસને બોલાવવાની ધમકી આપીને ત્યાંથી નીકળી ગઈ હતી.
વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ શરુ કરી
આ ઘટનાનો એક વીડિયો વાયરલ થતા વાત પોલીસ પાસે પહોંચી હતી અને તેણે તાત્કાલિક તપાસ શરુ કરી દીધી હતી.