શ્રદ્ધા મર્ડર કરતાં પણ ખૌફનાક કેસ, બીજી પત્નીના શરીરના ટુકડા કૂતરાઓ વચ્ચે ફેંક્યા

શ્રદ્ધા મર્ડર કરતાં પણ ખૌફનાક કેસ, બીજી પત્નીના શરીરના ટુકડા કૂતરાઓ વચ્ચે ફેંક્યા

દેશમાં હત્યા બાદ મૃતદેહના ટુકડા કરવાની ઘટનાઑ વધતી જઈ રહી છે, શ્રદ્ધા મર્ડર કેસ બાદ આજના જ દિવસમાં બીજી એવી ઘટના સામે આવી છે જેમાં હત્યારાએ મૃતદેહના ટુકડા કર્યા હોય. ઝારખંડમાં જે કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે તે તો શ્રદ્ધા મર્ડર કેસ કરતાં પણ ખતરનાક છે.

કુતરાઓ મહિલાના શરીરને ખાઈ રહ્યા હતા
શનિવારે સાંજે સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આંગણવાડી કેન્દ્રની પાછળ કુતરાઓ કોઈ મહિલાના પગ અને ધડને ખાઈ રહ્યા છે. આરોપી દિલદાર પર આરોપ છે કે લગ્નના થોડા દિવસ બાદથી જ તેનો પત્ની સાથે ઝઘડો થવા લાગ્યો હતો, જે બાદ તેની હત્યા માટે તેણે સમગ્ર પ્લાન બનાવ્યો. જ્યારે પોલીસને સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે કૂતરાઓનું ઝુંડ મહિલાના શરીરને ઢસડી રહ્યા હતા.

દિલદારની ધરપકડ
ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં એક પતિએ પોતાની બીજી પત્નીની હત્યા કરી અનેક ટુકડા કરી નાંખ્યા. પોલીસે જાણકારી આપી છે કે અત્યાર સુધી 12 ટુકડાઓ મળ્યા છે અને અન્ય અંગોની શોધખોળ ચાલુ છે. આરોપી પતિ દિલદાર અન્સારીની ધરપકડ કરી લેવામાં આવી છે.

ભાજપે ઉઠાવ્યા સવાલ
પોલીસને આશંકા છે કે હત્યારાએ મૃતક મહિલાના શરીરના ટુકડા વીજળી કટર જેવી કોઈ ધારદાર સાધનથી કર્યા છે. સમગ્ર મામલે પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ હત્યા મામલે રાજ્યના કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઊભા કર્યા છે. ભાજપ પ્રવક્તાએ કહ્યું કે હેમંત સરકારના કાર્યકાળમાં દીકરીઓ પર અત્યાચાર વધી રહ્યા છે અને સરકાર કોઈ પ્રકારના પગલાં નથી લઈ રહી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow