છેલ્લા 10 મહિનામાં ચીનથી આયાતમાં 9%નો વધારો, નિકાસમાં 34%નો ઘટાડો

છેલ્લા 10 મહિનામાં ચીનથી આયાતમાં 9%નો વધારો, નિકાસમાં 34%નો ઘટાડો

અનિરુદ્ધ શર્મા | નવી દિલ્હી છેલ્લા 10 મહિનામાં ચીનમાંથી દેશની આયાત લગભગ 9% વધી છે જ્યારે નિકાસ 34% ઘટી છે. ભારત હજુ પણ વિશ્વમાં ચીનમાંથી સૌથી વધુ આયાત કરનાર દેશ છે. આમાં ચીનનો હિસ્સો 14% છે, જ્યારે ચીનમાં નિકાસમાં આપણો હિસ્સો માત્ર 3.3% છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગયા વર્ષે આયાતમાં ચીનનો હિસ્સો 15.4% હતો. મંત્રાલયે ચાલુ નાણાવર્ષ 2022-23ના એપ્રિલ-22થી 31 જાન્યુઆરી 2023 સુધીના 10 મહિનાના આયાત-નિકાસ ડેટા બુધવારે જાહેર કર્યા છે. આ મુજબ છેલ્લા 10 મહિનામાં નિકાસમાં 17.33%નો વધારો થયો છે.

જેમાં સર્વિસ એક્સપોર્ટે ખાસ ભૂમિકા ભજવી છે. એપ્રિલ-22થી જાન્યુઆરી-23 દરમિયાન સેવાની નિકાસ અગાઉના સમયગાળાના સમાન સમયગાળાની સરખામણીએ 31.86% ની વૃદ્ધિ નોંધાવી છે. આ વર્ષે દેશની નિકાસ 140 દેશોમાં વધી છે. 115 દેશોમાં આપણી નિકાસ સરેરાશ 9.1% ના દરે વધી છે.
નિકાસમાં ઇજનેરી માલસામાનની સૌથી વધુ ભાગીદારી
વાણિજ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે ભારત હવે નિકાસમાં પરિપક્વ થઈ રહ્યું છે. ભારતની નિકાસમાં હવે એન્જિનિયરિંગ ગુડ્સનો સૌથી મોટો હિસ્સો છે. ચાલુ વર્ષમાં એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસમાં લગભગ સાડા ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો છે. આમ છતાં, ભારતે 88,270.61 મિલિયન યુએસ ડૉલરની નિકાસ કરી છે, જે પેટ્રોલિયમ ઉત્પાદનો (78,576.99 મિલિયન યુએસ ડૉલર) અને જેમ્સ અને જ્વેલરી (31,609.87 મિલિયન યુએસ ડૉલર) કરતાં વધુ છે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow