મોરબી પુલ દુર્ઘટનામાં FSLની તપાસ મુદ્દે મહત્વની વિગતો; પુલના રિનોવેશનમાં કેબલ ન બદલાયા હોવાની આશંકા

મોરબી પુલ દુર્ઘટનામાં FSLની તપાસ મુદ્દે મહત્વની વિગતો; પુલના રિનોવેશનમાં કેબલ ન બદલાયા હોવાની આશંકા

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બનીને ભરખી ગઈ છે. દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે ગયા હતા જે મોજની પળો પરિવર્તન થઈ કાળ પળમાં અને જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જે દુર્ઘટના બાબતે FSLની તપાસ મામલે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. જેમાં પુલના રિનોવેશનમાં કેબલ ન બદલાયા હોવાની આશંકા વર્તાવાઈ રહી છે.

FSL તપાસ મુદ્દે મહત્વના સમાચાર
FSLની તપાસ મામલે માહિતી મળી રહી છે કે, પુલના રિનોવેશનમાં કેબલ ન બદલાયા હોવાની આશંકા વર્તાઈ રહી છે. તેમજ માત્ર ફ્લોરિંગ અને નીચેની ટાઈલિંગ જ બદલાવામાં આવી હતી મળતી વિગતો અનુસાર FSLની ટીમ ઘટનાસ્થળેથી કેબલ કાપીને તપાસમાં લઇ ગઈ છે, ઓરેવા કંપનીને નથી બ્રિજ મેન્ટેનેન્સ કરવાનો અનુભવ છતા તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. બ્રિજ કેટલા લોકોનો વજન સહન કરી શકશે એ અંગે કંપની પાસે માહિતી ન હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે કંપની પાસે બીજો કોઈ ઈમરજન્સી પ્લાન પણ નહતો. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટ પણ ક્યારેય કરાયું નથી તેમજ દુર્ઘટના બાદ ગઈકાલે FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

મોરબી પુલ દુર્ઘટનાનો મુદ્દો
પુલના રિનોવેશનમાં કેબલ ન બદલાયા હોવાની શંકા સામે આવી રહી છે. સમગ્ર દુર્ઘટનામાં લોકો દ્વારા સવાલો કરવામાં આવી રહ્યાં છે કે, દુર્ઘટના કેસમાં નાની માછલીઓને જ પકડવામાં આવી છે જ્યારે મગરોને બેનકાબ કરવામાં આવ્યા નથી. અજી સુધી FSLનો રિપોર્ટ સામે આવ્યો નથી પરંતું સુત્ર દ્રારા મળતી માહિતી મુજબ પુલના રિનોવેશનમાં મોટી બેદરકારી દાખવવામાં આવી છે. રિનોવેશનના અધુરા કામ કરી અને પુલ ચાલુ કરી દેવામાં આવ્યો હતો તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow