IMFએ ભારત-પાકને એક સરખો ગ્રેડ 'C' કેમ આપ્યો
કલ્પના કરો કે તમે સ્કૂલમાં છો અને તમારું રિપોર્ટ કાર્ડ આવ્યું છે. ગણિતમાં C મળ્યો, પણ બાકીના વિષયોમાં B… એટલે કે તમે પાસ તો થઈ ગયા, પણ સુધારાની જરુર છે. આપણા દેશની અર્થવ્યવસ્થા સાથે પણ આવું જ થયું છે. 26 નવેમ્બરે IMFએ ભારતના GDP ડેટાને 'C' ગ્રેડ આપ્યો.
બીજા જ દિવસે 27 નવેમ્બરે સરકારે Q2 એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર 2025ના GDP આંકડા જાહેર કર્યા. તેમાં જણાવાયું કે આપણા દેશની અર્થવ્યવસ્થા બીજા ક્વાર્ટરમાં 8.2%ના દરે વધી. આ બધાના અનુમાન કરતાં વધુ છે, સાથે જ દુનિયામાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા પણ છે.
હવે વિરોધ પક્ષો IMFના રિપોર્ટને ટાંકીને સવાલો ઉઠાવી રહ્યા છે. કહી રહ્યા છે કે GDP ગ્રોથના આંકડા ભરોસાપાત્ર નથી. અહીં ધ્યાન આપવા જેવી એક વાત એ પણ છે કે 2024માં પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને લઈને જે રિપોર્ટ આવ્યો હતો, તેમાં આપણા પાડોશી દેશને પણ C ગ્રેડ મળ્યો હતો.
એટલે કે, IMF માને છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશોના સત્તાવાર આંકડાઓમાં એકસરખી ખામીઓ છે. આ ન્યૂઝ આર્ટિકલમાં સમજીએ કે શું ખરેખર GDPના આંકડાઓમાં કંઈ ગડબડ છે? IMFના C ગ્રેડનો શું અર્થ છે? શું ભારત-પાકિસ્તાનને એકસરખી રેટિંગ મળવું યોગ્ય છે?