ઇઝરાયલે પહેલીવાર ગાઝામાં સહાય પહોંચાડી

ઇઝરાયલે પહેલીવાર ગાઝામાં સહાય પહોંચાડી

હમાસ સામેના યુદ્ધ પછી રવિવારે ઇઝરાયલે પહેલીવાર ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડી. ઇઝરાયલી સેના IDFએ ગાઝામાં લોટ, ખાંડ, દવા અને ફુડ પેકેટ હવાઈ માર્ગે પહોંચાડ્યા. આ પગલું આંતરરાષ્ટ્રીય સંગઠનોના સહયોગથી લેવામાં આવ્યું હતું.

તે જ સમયે, ઇઝરાયલે ગાઝાના કેટલાક ભાગોમાં યુદ્ધવિરામ અને સંયુક્ત રાષ્ટ્ર (UN) માટે સલામત માર્ગની પણ જાહેરાત કરી જેથી ત્યાંના લોકો સુધી મદદ પહોંચાડી શકાય. ઇઝરાયલે માર્ચથી મે સુધી ગાઝામાં બાહ્ય સહાય પર પ્રતિબંધ મૂક્યો હતો.

હવે ઇઝરાયલ કહે છે કે તે યુએન સહાય પહોંચાડવામાં અવરોધ નથી લાવી રહ્યું. ગાઝામાં ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયાને 22 મહિના થઈ ગયા છે. આ લડાઈને અત્યાર સુધીમાં 124 લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા છે, જેમાંથી 81 બાળકો છે. જુલાઈ મહિનામાં જ 40 લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 16 બાળકો છે.

Read more

રાજકોટ વિશ્વમાં 10 લાખમાંથી એકને થતી લિવરની બીમારી

રાજકોટ વિશ્વમાં 10 લાખમાંથી એકને થતી લિવરની બીમારી

રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ સ્થિત કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક બાળકને વિશ્વના 10 લાખમાંથી કોઈ એક બાળકને થતી અત્યંત દુ

By Gujaratnow
થિયેટરમાં સૈયારા જોતા જોતા બિયર ગટગટાવ્યું

થિયેટરમાં સૈયારા જોતા જોતા બિયર ગટગટાવ્યું

રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં શહેરની રાજેશ્રી ટોકીઝમાં સૈયારા મુવી જોવા ગયેલા બે યુવાનો બિયરના ટીન સા

By Gujaratnow