આઈઆઈટી બોમ્બે દુનિયાની ટોપ 150 સંસ્થામાં સામેલ

આઈઆઈટી બોમ્બે દુનિયાની ટોપ 150 સંસ્થામાં સામેલ

ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2024માં 149મા રેન્ક સાથે આઈઆઈટી બોમ્બેએ દુનિયાની ટોપ 150 સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે દેશમાં તે ટોચ પર રહી છે. આ સંસ્થા 2023ના રેન્કિંગમાં 172મા રેન્ક સાથે દેશમાં બીજા સ્થાને હતી. 2023માં 155મા રેન્ક સાથે દેશમાં ટોચ પર રહેલી આઈઆઈએસસી 2024માં 225મા રેન્ક સાથે દેશમાં ત્રીજા સ્થાને છે.

ભારતની 45 યુનિવર્સિટીને આ રેન્કિંગમાં સ્થાન મળ્યું છે. રેન્કિંગમાં ભારત દુનિયામાં 7મા અને એશિયામાં ત્રીજા સ્થાન પર છે. એશિયામાં ભારતથી ઉપર ચીન અને જાપાન છે. ચીનની 71 અને જાપાનની 52 યુનિવર્સિટી આમાં સામેલ છે. વિશ્વ સ્તર પર લાગલગાટ 12મા વર્ષે એમઆઈટી ટોચ પર રહી છે. 2024ના રેન્કિંગમાં બીજા સ્થાન પર યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને ત્રીજા સ્થાને યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ છે.

Read more

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી હાલમાં અમેરિકામાં તેમની આગામી ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'નું પ્રમોશન કરી રહ્યા છે. તેઓ ત્યાંના ઘણા

By Gujaratnow
લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર સુરક્ષા કવાયત દરમિયાન ડમી બોમ્બ ન મળતાં એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ સહિત સાત દિલ્હી પોલીસ કર્મચારીઓને સસ્

By Gujaratnow