ઈન્ડિયન વુમન્સ ટીમે ત્રીજી વખત 5-0થી T20 સિરીઝ જીતી
ઈન્ડિયા વુમન્સ ટીમે શ્રીલંકાને પાંચમી T20માં 15 રનથી હરાવીને સિરીઝ 5-0થી જીતી લીધી છે. ભારતીય ટીમે ત્રીજી વખત 5-0ના અંતરથી T20 સિરીઝ જીતી છે, આ પહેલા ટીમ વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશને પણ આ જ અંતરથી હરાવી ચુકી છે. તિરુવનંતપુરમમાં મંગળવારે શ્રીલંકાએ બોલિંગ પસંદ કરી હતી. ભારતે 7 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. શ્રીલંકા 7 વિકેટના નુકસાન પર 160 રન જ બનાવી શકી હતી.
ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં ભારત માટે કેપ્ટન હરમનપ્રીત કૌરે ફિફ્ટી ફટકારી હતી. તેણે 43 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. અરુંધતી રેડ્ડીએ 27 અને અમનજોત કૌરે 21 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ચામરી અટાપટ્ટુ, કવિષા દિલહારી અને રશ્મિકા સેવંતીએ 2-2 વિકેટ લીધી હતી.
શ્રીલંકાએ બીજી જ ઓવરમાં કેપ્ટન ચામરી અટાપટ્ટુની વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી હસિની પરેરા અને ઇમેશા દુલનીએ 79 રનની ભાગીદારી કરી હતી. ઇમેશા 50 રન બનાવીને આઉટ થઈ, ત્યારપછી શ્રીલંકાની ઇનિંગ્સ સંભાળી શકી નહીં અને લક્ષ્યથી દૂર રહી ગઈ. હસિની પરેરાએ 65 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રી ચરણી, સ્નેહ રાણા, વૈષ્ણવી શર્મા, દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી અને અમનજોત કૌરે 1-1 વિકેટ લીધી હતી. એક બેટર રન આઉટ પણ થઈ હતી