વાળને કાળા, ઘાટ્ટા અને લાંબા કરવા હોય તો હોમમેડ શેમ્પૂ જ કરશે અસર, આ સરળ રીતથી ઘરે બનાવી લો

વાળને કાળા, ઘાટ્ટા અને લાંબા કરવા હોય તો હોમમેડ શેમ્પૂ જ કરશે અસર, આ સરળ રીતથી ઘરે બનાવી લો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના વાળ લાંબા, કાળા અને ઘેરા બને. તેનાથી તે સ્ટાઇલિશ દેખાય. પણ દરેક વ્યક્તિની આ ઈચ્છા પૂરી થઈ શકતી નથી. આ સાથે અનેક લોકો સફેદ વાળની સમસ્યાથી પણ પરેશાન રહે છે. તો આજે અમે તમારા માટે નારિયેળ તેલથી બનતા હોમમેડ શેમ્પૂની વિવિધ રીત લાવ્યા છીએ જેનાથી તમારા વાળ ચમકી જશે.

નારિયેળ તેલના ફાયદા
એક્સપર્ટ કહે છે કે નારિયેળ તેલથી વાળને પોષણ મળ છે. નવી ચમક આવે છે. વાળ ગૂંચવાતા નથી. ડેમેજ વાળ પણ જલ્દી રિપેર થાય છે. તો તમે જાણો કઈ રીતે નારિયેળ તેલથી શેમ્પૂ બનાવી શકાય છે.

વાળને માટે  નારિયેળ તેલથી તૈયાર કરો શેમ્પૂ

નારિયેળ તેલની સાથે મિક્સ કરી લો શેમ્પૂ

  • 1 કપ નારિયેળ તેલ
  • 1 ચમચો મધ
  • અડધો કપ અલોવેરા જેલ
  • પાણી જરૂર પ્રમાણે

સૌ પહેલા મધમાં થોડું પાણી મિક્સ કરો. તેમાંઅલોવેરા જેલ અને નારિયેળ તેલ પણ મિક્સ કરી લો.  

હવે બધી સામગ્રીને સારી રીતે હલાવી લો. તેને એક શીશીમાં ભરી લો અને ટાઈટ બંધ કરીને તમે ફ્રિઝમાં રાખી શકો છો. અઠવાડિયામાં 1 વાર આ શેમ્પૂને વાળમાં લગાવીને 10 મિનિટ રહેવા દો અને પછી પાણીથી વાળ ધોઈ લો. વાળ સફેદ થતા પણ અટકશે અને વાળની અનેક સમસ્યામાંથી રાહત મળશે.


નારિયેળ તેલ અને નારિયેળના દૂધથી પણ બનાવી શકો છો શેમ્પૂ

આ માટે તમારે 2 ચમચી નારિયેળ તેલ લઈને તેમાં 1 ચમચી નારિયેળનું દૂધ લેવાનું છે. તેમાં તમે ગ્લિસરિન, કોઈ માઈલ્ડ લિક્વિડ સાબુના ટીપા મિક્સ કરો. તેને એક શીશીમાં રાખી લો. જ્યારે વાળમાં આ શેમ્પૂનો ઉપયોગ કરો ત્યારે બોટલને હલાવી લો. તેના ઉપયોગથી વાળ કાળા અને શાઈનિંગ વાળા રહેશે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow