વેઇટલોસ કરવું હોય તો આ વસ્તુઓને હાથ પણ ન લગાડશો, ગમે તેટલો પરસેવો પાડ્યો હશે તો જશે નકામો

વેઇટલોસ કરવું હોય તો આ વસ્તુઓને હાથ પણ ન લગાડશો, ગમે તેટલો પરસેવો પાડ્યો હશે તો જશે નકામો

વજન ઘટાડવું કોઇ સરળ કામ નથી. આ માટે તમારે ખૂબ મહેનત કરવી પડે છે. પરસેવો વહાવવો પડે છે અને સૌથી મોટી વાત એ કે ડાયટનું ધ્યાન રાખવું પડે છે. આ બે ચાર દિવસનું કામ નથી. હેલ્ધી રીતે વજન ઘટાડવામાં તમને મહિનાઓ કે વર્ષ જેટલો સમય લાગી જાય છે. મોટાભાગના લોકો વચ્ચે જ હિંમત હારીને આ વસ્તુ છોડી દે છે.

કસરત સાથે ડાયટ પણ જરૂરી
જે લોકોએ મહેનત કરીને વજન ઘટાડ્યું છે તમે તે લોકોને મળશો ત્યારે જાણી શકશો કે વજન ઘટાડવા દરમિયાન કેટલાય કલાકોની ફિઝિકલ એક્ટિવિટી ઉપરાંત ડાયટનો પણ મહત્વનો રોલ છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે પરસેવો તો વહાવે છે, પરંતુ ડાયટ પર ધ્યાન આપતા નથી. જો તમે ખરેખર વજન ઘટાડવા ઇચ્છતા હો તો કેલરી ફૂડથી દૂર રહો, કેમ કે તેમાં કોઇ પોષક તત્ત્વ હોતાં નથી, તે માત્ર વજન વધારવાનું જ કામ કરે છે.  

ફ્રેંચ ફ્રાઇઝ:
બાળકો હોય કે મોટા ફ્રેન્ચ ફ્રાઇઝ લગભગ દરેકને ભાવે છે. વજન ઘટાડવા ઇચ્છતા લોકોએ તેને અડવું પણ ન જોઇએ. તેમાં ફાઇબર હોતું નથી અને મીઠાની માત્રા વધુ હોય છે. બટેટા જે ખુદ વજન વધારનાર છે તેને તેલમાં તળવામાં આવે છે, તેનાથી તમારા શરીરમાં કેલરીની માત્રા વધે છે.

સોફ્ટ એન્ડ એનર્જી ડ્રીંક:
સોફ્ટ ડ્રિંકમાં શુગરની માત્રા વધુ હોય છે. તેમાં કોઇ પણ પ્રકારનાં પોષક તત્ત્વ હોતાં નથી. કેલરી ભરેલા આ પ્રકારના ડ્રિંક્સ તમારા બ્લડ શુગરને વધારે છે. આ ઉપરાંત આ કેલરી ડ્રિંક્સ તમારી ભુખને ઘટાડતા નથી. તમારું મગજ પણ તમને સંકેત આપે છે કે તમારે જમવાની જરૂર છે.

બેકરી આઇટમ:
તમામ ચોકોલેટ, જામ સ્ટફ્ડ બિસ્કિટ, ક્રીમી અને પાવડર શુગર કોટેડ કૂકીઝ, પેસ્ટ્રી, ડોનેટ્સ અને કેકમાં ખાંડ, મેંદો અને મીઠાની માત્રા વધુ હોય છે. આ બધી વસ્તુઓ તમારા વજનને વધારી શકે છે. વીકમાં એક વખત પણ તેનું સેવન હાનિકારક છે.

આલ્કોહોલ:
આલ્કોહોલમાં કેલરીની માત્રા વધુ હોય છે. તે ભુખને વધારે છે. એક ગ્રામ દારૂમાં લગભગ સાત કેલરી હોય છે. આ ઉપરાંત તેમાં કોઇ પોષણ મૂલ્ય હોતું નથી. સૌથી મોટુ નુકસાન આલ્કોહોલને ડિટોક્સ કરવા માટે તમારું શરીર ચયાપચય બંધ કરી દે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow