જો તમારા શરીરને રાખવું છે હેલ્ધી, તો આજથી જ આ વસ્તુઓને પાણીમાં પલાળીને ખાવાનું શરૂ કરો, પછી જુઓ લાભ

જો તમારા શરીરને રાખવું છે હેલ્ધી, તો આજથી જ આ વસ્તુઓને પાણીમાં પલાળીને ખાવાનું શરૂ કરો, પછી જુઓ લાભ

ઘણી એવી વસ્તુઓ છે, જેમને તમે કાચી અને પલાળીને બંને રીતે ખાઈ શકો છો, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે,  

જેમને કાચી ખાવાના બદલે જો તમે પલાળીને ખાઓ છો તો તેમનાં પોષક તત્ત્વોનું પ્રમાણ વધી જાય છે અને શરીરને વધારે લાભ કરે છે. જો તમે આ વસ્તુઓને પલાળીને ખાઓ છો તો તેનાથી તમારી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે, સાથે જ આ વસ્તુઓ પલાળીને ખાવાથી પાચનમાં સરળતા રહે છે. આ વસ્તુઓને હંમેશાં પલાળીને જ ખાવી જોઈએ, તેનાથી વધારે લાભ થાય છે.

બદામ
રોજ સવારે પલાળેલી બદામ ખાવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે, તેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ દૂર થાય છે. તેથી બદામને કાચી ખાવાના બદલે પલાળીને ખાવી જોઈએ.

કિસમિસ
કિસમિસમાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે અને તે એન્ટિઓક્સિડન્ટ તત્ત્વોથી ભરપૂર હોય છે. જો તમારા શરીરમાં રક્તની ઊણપ હોય તો પલાળેલી કિસમિસ ખાવાનું શરૂ કરો, તેનાથી ઝડપથી આયર્ન વધે છે.

અંજીર
અંજીર પણ રોજ પલાળીને ખાવાં જોઈએ, તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ, જેમ કે કબજિયાત, એસિડિટી વગેરેથી છુટકારો મળે છે. તેથી અંજીરને કાચાં ખાવાના બદલે રાતે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવું.

મેથી
મેથીના દાણાને પણ રાતે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવું જોઈએ, તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ પલાળેલી મેથી રામબાણ સાબિત થાય છે.

અખરોટ
જો રોજ તમે પલાળેલા અખરોટનું સેવન કરો છો તો તેનાથી તમારું મગજ તેજ રહે છે અને યાદશક્તિ સુધરે છે. ખાસ કરીને પલાળેલા અખરોટ ખૂબ જ લાભકારી સાબિત થાય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow