માત્ર વાળ જ નહીં, પરંતુ સ્કીન સુંદર રાખવી હોય તો પણ કરો ડુંગળીનો ઉપયોગ

માત્ર વાળ જ નહીં, પરંતુ સ્કીન સુંદર રાખવી હોય તો પણ કરો ડુંગળીનો ઉપયોગ

સ્કિન કેરમા ડુંગળીનો ઉપયોગ સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચલિત થઇ રહ્યો છે. ડુંગળીમાં એક ખાસ એન્ઝાઈમ હોય છે, જે સ્કિનને ફ્લેક્સિબલ અને કોમળ બનાવે છે જ્યારે સ્કિન પર તેના પ્રયોગ કરવાથી સ્કિનમાં ચમક આવે છે. તો આજે અમને જણાવીશું કે સ્કિન કેરમાં ડુંગળીના પ્રયોગ કરવાથી તમને કયા ફાયદા થાય છે.

સ્કિનમાં ચમક માટે

જો તમે ડ્રાય સ્કિનથી પરેશાન છો તો તમે ડુંગળીનું ફેસ માસ્ક બનાવીને પ્રયોગ કરી શકો છો. જે ચહેરા પર નેચરલ ગ્લો લાવે છે અને ચહેરાની ચમક વધારે છે. જેનો પ્રયોગ કરવાથી કાળા ધબ્બા અને ખિલને દૂર કરે છે. સ્કિનમાં ચમક માટે તમારે ત્રણ ચમચી દહી અને એક નાની ડુંગળી લેવી પડશે.

ડુંગળીનું ફેસ માસ્ક બનાવવાની પદ્ધતિ

સૌથી પહેલા ડુંગળીને વાટીને તેની પેસ્ટ બનાવી નાખો. હવે ડુંગળીની પેસ્ટમાં ત્રણ ચમચી દહી ભેગુ કરો. અને તેને ચહેરા પર માસ્કની જેમ લગાવી લો. 15 મિનિટ બાદ તેને ધોઈ નાખો. આવુ તમે એક અઠવાડિયામાં એક દિવસ કરી શકો છો.

ખીલ માટે

જો તમે ખીલથી પરેશાન છો તો ખીલને દૂર કરવા માટે ડુંગળીનો પેક ચહેરા પર લગાવો. પેકને બનાવવા માટે લીંબુનો રસ 1 ચમચી, મધ 1 ચમચી અને એક ડુંગળી લો. એક ડુંગળીની પેસ્ટ બનાવી લો અને તેમાં 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ ભેગુ કરો. હવે તેને તમારા ચહેરા પર જ્યાં ખિલ થયા હોય ત્યાં લગાવી લો. 20 મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો.

હોઠોની કાળાશ દૂર કરવા માટે

ડુંગળીની મદદથી તમારા હોઠ ગુલાબી થઇ શકે છે.  આ ઉપરાંત હોઠ કોમળ અને ચમકદાર પણ બની શકે છે. જેના માટે તમારે ડુંગળીના રસમાં વિટામિન ઈ તેલ ભેગુ કરો અને રાત્રે ઉંઘતા પહેલા તેને પોતાના હોઠ પર લગાવો. આમ દરરોજ કરો. એક મહિના બાદ તમારા હોઠ રંગીન થઇ જશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow