સવારે ઉઠતાની સાથે જ કોફી જોઈતી હોય તો ખાસ વાંચી લેજો, સ્વાસ્થ્યને થઈ શકે છે આ ગંભીર સમસ્યા

સવારે ઉઠતાની સાથે જ કોફી જોઈતી હોય તો ખાસ વાંચી લેજો, સ્વાસ્થ્યને થઈ શકે છે આ ગંભીર સમસ્યા

એવા ઘણા લોકો છે જે સવારે ઉઠ્યા બાદ પણ થાકેલા અને આળસ મહેસુસ કરે છે. ફરી ઉંઘને ભગાવવા માટે અને એક્ટિવ ફીલ કરવા માટે ઘણા લોકો સવારે કોફીનું સેવન કરે છે.

કોફીનો એક ધૂંટ પીતા જ લોકોને ખૂબ જ ફ્રેશ ફીલ થાય છે. ઘણા લોકો તો એવા છે જેમની કોફી વગર સવાર પણ નથી થતી.

જો તમે પણ તેમાંથી એક છો અને રોજ સવારે ઉઠતા જ સૌથી પહેલા કોફી પીવો છો તો તમને જણાવી દઈએ કે આમ કરીને તમે પોતાના સ્વાસ્થ્યને બગાડી રહ્યા છો.

સવારે ખાલી પેટે કોફી પીવી તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જાણો કઈ રીતે...

કેમ ખાલી પેટ ન પીવી જોઈએ કોફી?
એવા ઘણા કારણ છે જેના કારણે સવારના સમયે ખાલી પેટે કોફીનું સેવન ન કરવું જોઈએ. ખાસ કરીને મહિલાઓએ ખાલી પેટ કોફીનું સેવન ન કરવું જોઈએ.

તેનું સૌથી પહેલુ કારણ છે કે સવારે ખાલી પેટે કોફીનું સેવન કરવાથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું લેવલ વધવા લાગે છે જે ઓવ્યૂલેશન, વજન અને હોર્મેન્સ પર ખરાબ અસર કરે છે.

સવારે સ્ટ્રેસ હોર્મોનનું લેવલ ખૂબ વધારે હોય છે અને સાંજના સમયે ખૂબ જ ઓછુ.  

એવામાં હવે તમે સવારે સૌથી પહેલા કૈફીનનું સેવન કરો છો તો કોર્ટિસોલનું લેવલ ઓછુ થવાની જગ્યા પર વધી જાય છે.

કોર્ટિસોલ હોર્મોન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ જ્યારે તમે સ્ટ્રેસમાં હોવ છો તો કોર્ટિસોલ હોર્મોનનું ઉત્પાદન ખૂબ વધારે થઈ જાય છે.

તેના કારણે બ્લડ શુગર લેવલ વધી શકે છે જે ઈંસુલિન હોર્મોનને વધારી શકે છે.  

કોર્ટિસોલનું લેવલ વધારે થવા પર વજન વધવા અને ઉંધ સાથે સંબંધિત મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow