ઠંડીથી બચવા માટે રૂમ હીટરનો ઉપયોગ કરો છો તો ચેતી જજો, શરીરને પંહોચાડે છે આટલું નુકસાન

ઠંડીથી બચવા માટે રૂમ હીટરનો ઉપયોગ કરો છો તો ચેતી જજો, શરીરને પંહોચાડે છે આટલું નુકસાન

શિયાળો હાલ પિક પર છે અને આખા ભારતમાં ઠંડીથી લોકો ઠૂંઠવાઇ રહ્યા છે. લોકો ધાબળા, રજાઇ, ઊની કપડાં બધું જ પહેરે છે એ છતાં પણ ઠંડીને રોકી નથી શકતા. આવી સ્થિતિમાં ઘણા લોકો રૂમ હીટરનો સહારો લે છે. શિયાળાની આ ઠંડીમાં રૂમ હીટરથી રૂમનું તાપમાન સંપૂર્ણપણે સામાન્ય તો થઈ જાય છે પણ શું તમે જાણો છો કે ગરમી મેળવવા માટે તમે જે રૂમ હીટરનો ઉપયોગ કરી રહ્યા છો તે તમારા જીવને જોખમમાં મૂકી શકે છે. આજે અમે તમને હીટરના ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.  

ત્વચા માટે હાનિકારક
શિયાળાની ઋતુમાં આપણું શરીર પૂરતું હાઈડ્રેટ નથી રહેતું. ઓછું પાણી પીવાના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને પ્રાકૃતિક નમી પણ નષ્ટ પામે છે. આવી સ્થિતિમાં રૂમમાં લાંબા સમય સુધી હીટર ચાલુ રાખીને સૂવું માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે રૂમ હીટરનું તાપમાન હવામાંથી ભેજને સંપૂર્ણપણે છીનવી લે છે, જેના કારણે તમારા ચહેરાની ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે. એવામાં જો તમારી ત્વચા ખૂબ જ સેન્સિટિવ હોય તો ત્વચા પર લાલ ફોલ્લીઓ, ખંજવાળ આવવાની શક્યતા વધી જાય છે.

રોગપ્રતિકારક શક્તિ પર અસર
શિયાળામાં જ્યારે રૂમ હીટર શરૂ કરો છો ત્યારે રૂમનું તાપમાન અને રૂમની બહારનું તાપમાન અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમા  જ્યારે તમે રૂમની બહાર જાઓ છો, ત્યારે તાપમાનમાં અચાનક ફેરફાર આવવાના કારણે વધુ ઠંડી લાગી છે. આ શરીર માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. જણાવી દઈએ કે આવી પરિસ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે અને બીમાર પડવાની શક્યતા ઘણી વધી જાય છે.

બ્રેઈન હેમરેજની શક્યતા
શિયાળામાં ઠંડીથી બચવા માટે ઘણા લોકો ગેસ હીટરનો ઉપયોગ કરે છે અને આ હીટરના ઉપયોગથી ઊંઘમાં મૃત્યુની શક્યતા વધી જાય છે. તેની પાછળનું કારણ છે કે એ હીટર કાર્બન મોનોક્સાઈડ છોડે છે અને રૂમમાં હાજર કાર્બન મોનોક્સાઈડની માત્રા મગજમાં લોહીનો સપ્લાય બંધ કરી શકે છે, જેના કારણે બ્રેઈન હેમરેજ અને અચાનક મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે.

અસ્થમાના દર્દીઓ માટે જોખમ
ખાસ કરીને અસ્થમાના દર્દીઓએ રૂમ હીટરનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેમાંથી નીકળતો મોનોકાર્બન ડાયોક્સાઇડ શ્વસન માર્ગ દ્વારા શરીરમાં પંહોચે છે અને અસ્થમાના દર્દી માટે ખતરનાક પરિસ્થિતિ સર્જી શકે છે, જેના કારણે મૃત્યુનું જોખમ વધી જાય છે.

આંખોને નુકસાન
રૂમ હીટરનો ઉપયોગ કરવાથી માત્ર તમારા ચહેરા, વાળને જ નહીં પરંતુ આંખોને પણ અસર થાય છે. હીટર આંખોમાંથી ભેજ દૂર કરે છે અને આવી સ્થિતિમાં આંખોમાં શુષ્કતાની સમસ્યામાં વધારો કરે છે અને આંખોમાં ખંજવાળ, બળતરા અને ચેપનું જોખમ વધી જાય છે.

‌                                            

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow