Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
astrology

સોનું પહેરવાનો શોખ છે તો ચેતી જજો, બની શકો છો આર્થિક રીતે પાયમાલ, દરેક માટે નથી હોતું શુભ

Gujaratnow2 min read
સોનું પહેરવાનો શોખ છે તો ચેતી જજો, બની શકો છો આર્થિક રીતે પાયમાલ, દરેક માટે નથી હોતું શુભ

જ્યોતિષમાં કુંડળીમાં ગ્રહદોષ, ભાગ્ય વૃદ્ધિ અને રોગોથી મુક્તિ મેળવવા માટે અનેક રત્ન અને ધાતુઓ ધારણ કરવાની વિધિઓ જણાવવામાં આવી છે અને એ બધા તેમાંથી સૌથી મહત્વનું છે સોનું. અઆપણે બધા કની છીએ કે સોનું એ ખૂબ જ મૂલ્યવાન વસ્તુ છે અને તેની કિંમત પણ ઘણી ઊંચી છે,

આ સાથે જ એવું માનવામાં આવે છે કે સોનું પહેરવાથી ઘણા વ્યક્તિનું નસીબ ખુલી જાય છે. પણ શું તમને ખબર છે કે સોનું પહેરવાના પણ કેટલાક નિયમો છે. જો એ નિયમોનું પાલન ન કરવામાં આવે તો સોનું તેની આડઅસર પણ બતાવવાનું શરૂ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનાની ધાતુ ધારણ કરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત બને છે અને જીવનમાં ધન અને સુખ-સમૃદ્ધિ આવે છે. પણ દરેક વ્યક્તિએ સોનું ન પહેરવું જોઈએ. ચાલો જાણીએ શું છે સોનું પહેરવાના નિયમો..

આ લોકો માટે સોનું ધારણ કરવું શુભ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ, કર્ક, સિંહ અને ધનુ રાશિ જે લોકોનો ઉદય થાય છે એવા લોકો માટે સોનું ધારણ કરવું શુભ હોય છે. માન્યતા અનુસાર સોનું પહેરવાથી શરીરના જુદા જુદા ભાગો પર અલગ-અલગ અસર થાય છે.

જેમ કે ગળામાં સોનું પહેરવાથી, ગુરુ ગ્રહ કુંડળીના ચડતા ગૃહમાં તેની અસર દર્શાવે છે. હાથમાં સોનું ધારણ કરવાનો અર્થ છે કે ગુરુ તમારા ત્રીજા ભાવમાં હશે જે શક્તિનું ઘર છે. મેષ, સિંહ, કન્યા અને ધનુ રાશિના જાતકો માટે સોનું શુભ અને ફળદાયી સાબિત થાય છે. આ સાથે જ સોનું પહેરવાથી આ લોકોને દેવામાંથી મુક્તિ મળે છે અને આવકના નવા રસ્તાઓ ખુલવા લાગે છે.

આ લોકોએ ન પહેરવું જોઈએ સોનું
વૃષભ, મિથુન, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોએ ભૂલથી પણ સોનું ન પહેરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોનું આ લોકોને નુકસાન પહોંચાડી શકે છે. તુલા અને મકર રાશિના લોકોએ ઓછું સોનું પહેરવું જોઈએ.

આ સિવાય લોખંડ અને કોલસાના વેપારીઓએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ.  લોખંડ અને કોલસાનો વેપાર શનિ ગ્રહ સાથે સંબંધિત છે અને ગુરુ સાથે શનિદેવનો સંબંધ સારો નથી. આવી સ્થિતિમાં વેપારમાં નુકસાન થઈ શકે છે. આ સાથે જ જે લોકોની કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ હોય તો પણ વ્યક્તિએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ.

કઈ આંગળીમાં સોનાની વીંટી પહેરવી
આ સાથે જ તમને જણાવી દઈએ કે ડાબા હાથમાં સોનાની વીંટી પહેરવી અશુભ માનવામાં આવે છે. બીજી તરફ પુખરાજ રત્ન સાથે સોનાની વીંટી પહેરવા માટે તેને જમણા હાથની તર્જની આંગળીમાં પહેરવી જોઈએ. તર્જનીમાં સોનાની વીંટી પહેરવાથી એકાગ્રતા વધે છે અને રાજયોગ પણ મળે છે.

Gujaratnow2 min read

Related News