જો લોટ ફ્રિઝમાં રાખવાની આદત હોય તો ચેતી જજો નહીતર બની જશો ગંભીર બીમારીઓનો ભોગ!

જો લોટ ફ્રિઝમાં રાખવાની આદત હોય તો ચેતી જજો નહીતર બની જશો ગંભીર બીમારીઓનો ભોગ!

જો તમે પણ વાસી લોટની રોટલી બનાવીને ખાઈ રહ્યા છો, તો જરા સાવધાન થઇ જાઓ કેમકે આ લોટની રોટલી ખાવાથી તમને ઘણા પ્રકારના નુકસાન થઇ શકે છે. સામાન્ય રીતે, ઘરમાં રોટલી બનાવ્યા બાદ પણ થોડો લોટ વધે છે, જેને લોકો ફ્રિઝમાં રાખે છે તથા બીજા દિવસે ઉપયોગ કરે છે. આ ઉપરાંત, અમુક લોકો એવા પણ હોય છે, જે ટાઈમ ઓછો હોવા પર એક જ આરમાં ઘણો લોટ બાંધી રાખે છે. તો તમે આવું જરાય ન કરશો, કેમકે વાસી લોટ ખાવાથી ન માત્ર તમારું સ્વાસ્થ્ય બગડશે પરંતુ ઘરનું વાતાવરણ પણ ખરાબ થવા લાગશે. તો ચાલો જાણીએ વાસી લોટ ખાવાથી થનાર નુકસાનો

પેટની તકલીફ
જણાવી દઈએ કે લોટ બાંધ્યા બાદ તેમાં ફર્મેન્ટેશન પ્રોસેસ શરુ થઇ જાય છે, જેને કારણે લોટમાં બેક્ટેરિયા પેદા થવાના શરુ થઇ જાય છે. આવામાં જયારે તમે લોટને ફ્રીઝમાં રાખ્યા બાદ રોટલીઓ બનાવો છો, તો તમારું પેટ બગડી શકે છે. માટે કોશિશ કરો કે ફ્રિઝમાં રાખેલ લોટનો ઉપયોગ ન કરો.

ઈમ્યૂનિટી થાય છે નબળી
કોરોના કાળમાં તો ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા માટે સારું ભોજન લેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો તમે વાસી લોટ લેવાની ભૂલ કરી રહ્યા છો તો આ આદતમાં સુધાર લાવો, કેમકે આનાથી તમારી ઈમ્યૂનિટી મજબૂત નહિ પણ નબળી બને છે.

કબજીયાતની તકલીફ
આ ઉપરાંત જો તમે વાસી લોટની રોટલીઓ લેશો તો તમને કબજીયાતની ફરિયાદ પણ થશે, તો  શક્ય હોય તો આજે જ આ પ્રકારે લોટના ઉપયોગને બંધ કરો. લોટ બાંધ્યા બાદ એક-બે કલાક બાદ જ તેનો ઉપયોગ કરી લો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow