શું વર્ષ દરમ્યાન ક્યારેય નથી કર્યો હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ, તો થશે આ વિશેષ ફાયદો, જાણો કઇ રીતે

શું વર્ષ દરમ્યાન ક્યારેય નથી કર્યો હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ, તો થશે આ વિશેષ ફાયદો, જાણો કઇ રીતે

આજના સમયમાં દરેક વ્યક્તિ ચોક્કસપણે હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદે છે જેથી તે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે. કોરોના મહામારી પછી લોકો હેલ્થ ઈન્શ્યોરન્સમાં ભારે રોકાણ કરી રહ્યા છે. જો કોઈ પોલિસીધારક વર્ષમાં એકવાર પણ હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ ન કરે તો તેને નો-ક્લેઈમ બોનસ (NCB) નો લાભ મળે છે. પોલિસી ધારકને વર્ષના છેલ્લા મહિનામાં આ બોનસનો લાભ મળે છે.

પોલિસીધારકો માટે રિવોર્ડ
આ બોનસ વીમાના વીમા કવરેજ સાથે જોડાયેલું છે. આ કિસ્સામાં તે પોલિસીધારક માટે રિવોર્ડ સમાન છે. આવી સ્થિતિમાં આ વિમા કંપની પોલિસીનું પ્રીમિયમ ઘટાડીને માર્કેટિંગ માટે તેનો ઉપયોગ કરે છે. મહત્વનું છે કે સ્વાસ્થ્ય વીમા પર ઉપલબ્ધ બોનસ બે પ્રકારના હોય છે. આવો જાણીએ તેના વિશે...

વધુ કવરેજના મળે છે ફાયદા
જો કોઈ વ્યક્તિ વર્ષમાં એક વખત પણ તેના હેલ્થ ઈન્શ્યોરન્સનો ઉપયોગ નથી કરતો, તો આવી સ્થિતિમાં વીમા કંપની નો-ક્લેમ બોનસનો લાભ આપે છે. આનાથી તે પોલિસીધારકનું વીમા કવર આવતા વર્ષ સુધી વધે છે. આ વધેલા વીમા કવચનો લાભ ત્યારે જ મળશે જો તમે આવતા વર્ષે તમારો વીમો રિન્યૂ કરાવો. તમે આ લાભ 5 થી 50 ટકા સુધી મેળવી શકો છો.

જેમકે કોઈ વ્યક્તિએ 10 લાખનું હેલ્થ ઈન્શ્યોરન્સ લીધુ છે પરંતુ આ પોલિસીનો વર્ષ 2022માં કોઈ યુઝ નથી કર્યો તો તમને કંપની પાસેથી 10 ટકાનો નો-ક્લેમ બોનસ મળે છે તો તેનો કુલ લાભ 11 લાખ રૂપિયા મળશે. પોલિસીહોલ્ડરને 10 ટકા વધુ લાભ મળશે. એવામાં પોલિસી હોલ્ડરને કુલ 1 લાખ એક્સ્ટ્રા બેનિફિટ મળશે.

ઓછા પ્રીમિયમની કરવી પડશે ચુકવણી
તમને જણાવી દઈએ કે વધુ કવરેજની સાથે નો-ક્લેઈમ બોનસમાં પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટનો પણ ફાયદો છે. પોલિસીધારક પ્રીમિયમ પર 10% સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જો કોઈ વ્યક્તિ પ્રીમિયમ તરીકે 10,000 રૂપિયા ચૂકવે છે તો 10%ના ડિસ્કાઉન્ટ પર તેને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ કિસ્સામાં તમારે 10,000 રૂપિયાની જગ્યાએ 9,000 રૂપિયા ચૂકવવા પડશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow