વધારે ઉંઘવાની ટેવ હોય તો સાવધાન, થઈ શકે છે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી, સ્ટડી રિપોર્ટ જાણી ચોંકી જશો

જ્યારે પણ આપણને થાક લાગે છે, ત્યારે ડોક્ટર સારી ઊંઘ લેવાની સલાહ આપે છે. રાત્રે સુવાથી શરીરને આરામ મળે છે.

તેમ છતાં તમને જણાવી દઈએ કે, વધુ સમય સુધી સુવાથી તમારો જીવ પણ જઈ શકે છે. આ બાબતે કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

વેબએમડી અનુસાર જો તમે યોગ્ય સમય કરતા વધુ સમય સુધી સુતા રહો તો, તેના કારણે તમને ડાયાબિટીસ, હૃદય રોગની સમસ્યા તથા અન્ય બીમારી પણ થઈ શકે છે.

સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, વધુ સમય સુધી સૂવામાં આવે તો તણાવ અથવા માનસિક બિમારીના શિકાર પણ થઈ શકાય છે. વધુ સમય સુધી સુવાથી શરીરને કયા કયા નુકસાન થાય છે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

ડાયાબિટીસ
સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, નિશ્ચિત સમય કરતા ઓછો અથવા વધુ સમય સુધી સુવાથી તમને ડાયાબિટીસ પણ થઈ શકે છે.

મેદસ્વીતા
સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, દરરોજ 9 થી 10 કલાક ઊંઘ લેવામાં આવે તો આગામી છ વર્ષમાં તમે 21 ટકા મેદસ્વીતાનો શિકાર થઈ શકો છો.

માથાનો દુ:ખાવો
જો તમે વિકેન્ડમાં અથવા દરરોજ વધુ સમય સુધી સૂઈ રહ્યા છો, તો તેના કારણે માથામાં દુ:ખાવાની સમસ્યા થઈ શકે છે. શરીરમાં સેરોટોનિનનું સ્તર વધવાથી આ પ્રકારે થાય છે.

તણાવ
અનિંદ્રાના કારણે તણાવની સમસ્યા થાય છે. તે જ પ્રકારે નિશ્ચિત સમય કરતાં વધુ સમય સુધી સુવાથી પણ તણાવ થઈ શકે છે. વિશ્વમાં 15% લોકો એવા છે, જેમણે વધુ પડતી ઊંઘ લીધી હોવાથી તેઓ તણાવની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.

હૃદય રોગ
સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, 9 થી 11 કલાક ઊંઘ લેતી મહિલાઓમાં અન્ય મહિલાઓની સરખામણીએ કોરોનરી હાર્ટ ડિસીઝની સમસ્યા વધુ જોવા મળી છે.

મૃત્યુની સંભાવના
સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, જે લોકો રાત્રે 9 થી 11 કલાક સુધી સુવે છે તેઓના ડેથ રેટ વધુ હોય છે, જેના કારણે માનસિક અથવા શારીરિક બીમારી થઈ શકે છે. આ કારણોસર મૃત્યુ થવાની સંભાવના વધુ રહે છે.