દિવસે સુવાની આદત હોય તો ખા વાંચજો! છીનવાઈ શકે છે આંખોની રોશની, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

દિવસે સુવાની આદત હોય તો ખા વાંચજો! છીનવાઈ શકે છે આંખોની રોશની, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

ઘણા લોકો છે જેમને દિવસે સુવાની આદત હોય છે. ઘણી વખત રાત્રે ઉંઘ પુરી ન થવાના કારણે લોકોને દિવસમાં સુસ્તી આવી જાય છે અને તે દિવસમાં સુઈ જાય છે. તમને જણાવી દઈએ કે દિવસે સુવાની આદત આંખો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો તમે દિવસમાં સુવો છો તો તેનાથી આંખો પર ખરાબ અસર પડે છે. તેનો ખુલાસો એક રિસર્ચમાં થયો છે. સંશોધકોનું કહેવું છે કે આ સ્થિતિ વધારે ગંભીર હોય તો સમસ્યા આંધળા થવા સુધી પણ પહોંચી શકે છે.

દિવસમાં સુવુ કેમ છે ખતરનાક?
એક રિપોર્ટ અનુસાર જે લોકો રાત્રે સુરતી ઉંઘ નથી લેતા અને દિવસમાં સુવે છે તેમની આ આદતથી ગ્લુકોમા એટલે કે કાળો મોતિયો થવાનો ખતરો વધી જાય છે. આ બીમારીની યોગ્ય સમય પર સારવાર ન કરવાથી સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ શકે છે જેનાથી આંખોની રોશની હંમેશા જવી એટલે કે આંધળા થવાનો પણ ખતરો રહે છે.

ત્યાં જ એક રિસર્ચ અનુસાર ગ્લુકોમાના કારણે જો કોઈ વ્યક્તિનાં આંખોની રોશની જતી રહે તો ફરી પરત નથી આવતી. સંશોધકોએ જણાવ્યું કે રાત્રે ઉંઘ પુરી ન થવાની સ્થિતિમાં કોઈ પણ ઉંમરના લોકોને ગ્લુકોમાની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા વૃદ્ધો અને ધુમ્રપાન કરનારમાં પણ થઈ શકે છે.

રિસર્ચમાં ખુલાસો
બ્રિટનના બાયોબેંકની તરફથી થયેલી એર સ્ટડીમાં 40થી 69 વર્ષની વચ્ચેની ઉંમરના લગભગ 4 લાખથી વધારે લોકોના ડેટા પર રિસર્ચ કરવામાં આવ્યું. આ સ્ટડીમાં શામેલ દરેક લોકોની ઉંઘની આદતો વિશે પુછવામાં આવ્યું. જેમાં જણાવવામાં આવ્યું કે 8,690 લોકોને ગ્લુકોમાની ફરિયાદ છે.

એવામાં સંશોધકોએ જાણ્યું કે જે લોકો રાત્રે ભરપૂર ઉંઘ નથી લેતા અને દિવસમાં સુવે છે. તેમનામાં ગ્લુકોમાનો ખતરો 11 ટકા વધી જાય છે. ત્યાં જ દિવસમાં સુવાની તમારી આ હરકત આંખોની રોશની છીનવી શકે છે.‌

જાણો શું કહે છે એક્સપર્ટ્સ
એક્સપર્ટ્સનું કહેવું છે કે જો તમે સારી ઉંઘ નથી લેતા તો તેનાથી આપણી નિર્ણય લેવાની ક્ષમતા, સીખવાની ક્ષમતા, આપણા વ્યવહાર અને સ્વભાવ અને આપણી યાદશક્તિ પર ખરાબ અસર પડે છે. હકીકતે, ગ્લુકોમા આંખથી મગજને જોડતી ઓપ્ટિક તંત્રિકાને ખૂબ જ પ્રભાવિત કરે છે. જેના કારણે આંખોની સંવેદનશીલ સેલનું રક્ષણ થવા લાગે છે.

માટે દિવસમાં સુવાની આદતને સુધારો અને રાત્રે ઉંઘ સારી રીતે પુરી કરો. એક્સપર્ટ્સનું માનવું છે કે સમય પર સારવાર ન મળવા પર આંખોની રોશની હંમેશા માટે જઈ શકે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow