નાકમાં આંગળી નાખવાની આદત છે તો સાવધાન, બની શકો છો ભૂલવાની બીમારીનો શિકાર

નાકમાં આંગળી નાખવાની આદત છે તો સાવધાન, બની શકો છો ભૂલવાની બીમારીનો શિકાર

શું તમને પણ તમારા નાકમાં આંગળી નાખવાની આદત છે? કે તમારા કોઈ મિત્ર કે સંબંધીઓને પણ વારંવાર નાકમાં આંગળી નાખવાની આદત છે? જો એવી આદત હોય તો આ સમાચાર તમારા કામના છે અને એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ આદતથી તમારી યાદશક્તિ કમજોર થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટીના એક સંશોધનમાં બહાર આવ્યું છે કે નાકમાં આંગળીઓ નાખવાની આદતથી લોકોને અલ્ઝાઈમર અને ડિમેન્શિયા થવાનું પણ જોખમ વધી શકે છે.

જણાવી દઈએ કે અલ્ઝાઈમર મગજને લગતો એક રોગ છે જેમાં લોકોની યાદશક્તિ નબળી પડી જાય છે અથવા સંપૂર્ણપણે નાશ પામે છે. અલ્ઝાઈમર એ વિચારવાની અને સમજવાની ક્ષમતાને પણ અસર કરે છે. અલ્ઝાઈમરને કારણે વ્યક્તિ રોજિંદા કામ પણ કરી શકતો નથી. જણાવી દઈએ કે વધુ પડતો આ રોગ વધતી ઉંમર સાથે થાય છે.

આ સિવાય ડિમેન્શિયા એક મગજ સંબંધિત એક બીમારી છે. જણાવી દઈએ કે ભારતમાં 40 લાખથી વધુ લોકોને કોઈને કોઈ પ્રકારનો ડિમેન્શિયાનો શિકાર બનેલ છે. WHO મુજબ આખી દુનિયામાં લગભગ 50 મિલિયન લોકોથી વધુ પીડિત છે.  આ બીમારીઆપણા મગજમાં હિપ્પોકેમ્પસ પર અસર કરે છે અને તેને કારણે  યાદશક્તિ નબળી પડી જાય છે. દર વર્ષે લગભગ તેના એક કરોડ નવા કેસ નોંધાય છે.

ઉંદર પર કરવામાં આવ્યું હતું સંશોધન
નાનપણથી જ આપણને નાકમાં આંગળી નાખવાની મનાઈ  કરવામાં આવે છે કારણકે તે માત્ર વ્યવહારિક જ નહીં પણ તેની સ્વાસ્થ્ય સંબંધિત પણ એક ખરાબ આદત છે. સાયન્સ એલર્ટના રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટીના સંશોધકોએ ઉંદરો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું અને તેમાં કે બેક્ટેરિયા નાકથી થઈને ઉંદરના મગજ સુધી પંહોચી ગયા હતા. બેક્ટેરિયાએ મગજમાં પહોંચીને એવા ફેરફારો કર્યા જે અલ્ઝાઈમરની નિશાની હતી.

સ્ટડી અનુસારક્લેમીડિયા ન્યુમોનિયા નામનું બેક્ટેરિયમ મનુષ્યને પણ સંક્રમિત કરી શકે છે અને ન્યુમોનિયાનું કારણ બને છે. મોટાભાગના ડિમેન્શિયાના દર્દીઓના મગજમાં પણ આ જ બેક્ટેરિયા જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં મગજના કોષોએ એમાયલોઇડ બીટા પ્રોટીન ઉત્પન્ન કરે છે જે અલ્ઝાઈમરના દર્દીઓના મગજમાં પણ બને છે. બાહ્ય વાતાવરણથી મગજના આંતરિક ભાગોનું અંતર ઓછું હોવાથી વાયરસ અને બેક્ટેરિયા આ માર્ગ દ્વારા મગજ સુધી પહોંચી શકે છે.

જો તમને પણ આવી આદત હોય તો સુધારો
નિષ્ણાતોનું માનવું છે કે જો નાકમાં આંગળી નાખવાની આદત હોય તો તેને સુધારવી જોઈએ. એક્સપર્ટ કહે છે કે “ઘણીવાર લોકોમાં એવું જોવા મળે છે કે તેઓ નાકમાં આંગળીઓ નાખતા રહે છે જે આ સારી આદત નથી. જો કોઈ વ્યક્તિ આ કરતી વખતે તેમના નાકની અસ્તરને નુકસાન પહોંચાડે છે, તો બેક્ટેરિયા તેમના મગજમાં પહોંચી શકે છે."

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow