ગરમીમાં પણ તાંબામાં ભરેલા પાણીને પીવાની છે ટેવ, તો સાવધાન, એસિડિટીના દર્દી બનશો, જુઓ ક્યારે અને કેટલી માત્રામાં પીવું પાણી

ગરમીમાં પણ તાંબામાં ભરેલા પાણીને પીવાની છે ટેવ, તો સાવધાન, એસિડિટીના દર્દી બનશો, જુઓ ક્યારે અને કેટલી માત્રામાં પીવું પાણી

ગરમી રોજબરોજ વધી રહી છે. લોકો આ સિઝનમાં માટીનું નવુ માટલુ ખરીદી છે, જેથી તેમનું ઠંડુ પાણી પીવા મળી શકે. અત્યારે લોકો સ્વાસ્થ્યને લઇને વધુ કાળજી લેતા હોય છે.  

ઘણા લોકો તો શિયાળો હોય કે ઉનાળો દરેક સિઝનમાં તાબાંના ગ્લાસ અને જગમાં ભરેલુ પાણી જ પીવે છે. કોઇકએ કહ્યુ હોય કે તાંબાનુ પાણી પીવુ સ્વાસ્થ્ય માટે સારુ છે ત્યારથી તે લોકો તાબાનું પાણી પીવે છે,  

પરંતુ હકીકતમાં તેમણે જાણ જ નથી હોતી કે ગરમીની સિંઝનમાં તાબાનું પાણી ના પીવુ જોઇએ. કારણ કે ગરમીના કારણ તાંબુ જેવી ધાતુમાં શું રિએક્શન થાય છે અને કોને તાંબાના વાસણમાં ભરેલુ પાણી ના પીવુ જોઇએ, તેના વિશે જાણીએ...

શું ગરમીમાં તાંબાનું પાણી પી શકાય છે?
જી, હાં પી શકાય છે પરંતુ તે માટે અમુક વાતનું ધ્યાન રાખવુ જોઇએ. સૌથી પહેલા 8 કલાકથી વધારે સમય સુધી રાખેલુ પાણી ના પીવુ જોઇએ. એક સ્વાસ્થ્ય વ્યક્તિએ દિવસ દરમિયાન વધારેમાં વધારે 2 ગ્લાસ જ તાંબાનુ પાણી પીવુ જોઇએ.  

ગરમી અને તાંબાના પાણીને શું સંબંધ છે?
આયુર્વેદમાં તાંબાના ઉપયોગ ભસ્મની રીતે કરવામાં આવે છે. તેમાં તાંબાની ધાતુના ગુણોને મારવામાં આવે છે. ત્યાર બાદ તેને ઉપયોગમાં લેવામાં આવે છે.  

કાચા તાંબામાં પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે છે. તાંબામાં 8 કલાક થી વધારે સમય સુધી પાણી રાખવામાં આવે તો પાણી ની તાસીર ગરમ થઇ જાય છે. આ કારણે ગરમીની સિઝનમાં ગરમ તાસીરવાળા પાણી પીવાથી અનેક રીતે શારિરીક તકલીફો આવી શકે છે. કઇ પણ પચાવવાના પ્રોબ્લેમ થઇ શકે છે.

તાંબાના પાણીનું પીવાનો સમયઃ
તાંબાનુ પાણી જો પીવુ જ હોય તો રોજ વહેલી સવારે ખાલી પાણી પીવુ જોઇએ, જે શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે.

આ બીમારીઓના લોકોએ ના પીવુ જોઇએ તાંબાનું પાણી
1. વિલ્સન ડિજીજઃ
વિલ્સન રોગ શરીરમાં વધુ પડતા તાંબાના કારણે થાય છે. આમાં આંખો, લીવર, મગજ અને શરીરના અન્ય ઘણા ભાગોમાં તાંબુ જમા થાય છે. આવી સ્થિતિમાં જો તમે તાંબાના વાસણનો ઉપયોગ કરશો તો સ્થિતિ ગંભીર બની જશે.

2. હાઇપર એસિડિટી
કેટલાક કલાકો સુધી ચાર્જ કર્યા પછી, તાંબાના પાણીની અસર ગરમ થઈ જાય છે. જેના કારણે એસિડિટી થાય છે, જે આવા લોકો માટે હાનિકારક છે.

3. કિડની પેશન્ટ
તાંબાનું વધુ પડતું પાણી કિડનીના દર્દીઓને નુકસાન પહોંચાડે છે. જેમના પગમાં સોજો આવી ગયો હોય અથવા ડાયાલિસિસ પર હોય તેવા દર્દીઓએ પેશાબ કરતા હોય તેટલું જ પાણી પીવું જોઈએ. આવી સ્થિતિમાં તાંબાનું પાણી ખતરનાક બની શકે છે.

4. હાર્ટ પ્રોબ્લેમ
કેટલાક લોકો તેને હૃદય રોગ માટે ફાયદાકારક માને છે. પરંતુ તે દરેક દર્દી માટે યોગ્ય નથી. જેમને શ્વાસ લેવામાં તકલીફ હોય અથવા થોડા અંતરે હાંફવા લાગે તો તેમણે તાંબાનું પાણી ન પીવું જોઈએ. જો તમે પીતા હો, તો તમારા ડૉક્ટરની સલાહ જરુર લો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow