આયુર્વેદના સાવ સરળ લાગે તેવા નિયમો અપનાવશો તો કોઇ બીમારી તમને સ્પર્શી નહીં શકે

આયુર્વેદના સાવ સરળ લાગે તેવા નિયમો અપનાવશો તો કોઇ બીમારી તમને સ્પર્શી નહીં શકે

આયુર્વેદ એક એવી ચિકિત્સા પ્રણાલી છે, જેનો ઉપયોગ સદીઓથી થઇ રહ્યો છે. આ પદ્ધતિમાં ગંભીર રોગોનો ઇલાજ પણ છુપાયેલો છે. આયુર્વેદિક ઔષધીઓની કોઇ સાઇડ ઇફેક્ટ હોતી નથી. આ પદ્ધતિના સાવ સરળ લાગે તેવા નિયમો જો અનુસરવામાં આવે તો તમે સ્વસ્થ રહેશો અને કોઇ બીમારી તમને સ્પર્શી નહીં શકે.

રોજ સવારે જલદી ઊઠોઃ
સવારે સૂર્યોદય થાય તે પહેલાં પથારી છોડી દો. આયુર્વેદ અનુસાર સૂર્યોદય સમયે વાતાવરણ એકદમ શુદ્ધ અને નિર્મળ હોવું જોઇએ. તે તમારા શરીર માટે લાભદાયક છે, તેનાથી તમને તાજગી મળે છે.  

નિત્યક્રિયા છે ખૂબ જરૂરીઃ
સવારે ઊઠતાં સૌથી પહેલાં મળમૂત્રનો ત્યાગ કરો, તેનાથી તમારા શરીરની અંદર રહેલાં ઝેરીલાં તત્ત્વો બહાર નીકળે છે અને તમે તાજગી તેમજ હળવાશ અનુભવો છો. આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટે બેથી ત્રણ ગ્લાસ પાણી પીઓ. યોગાસન અને પ્રાણાયામ કરવાનું ક્યારેય ના ભૂલતાઃ રોજ ઓછામાં ઓછી ૩૦થી ૪૦ મિનિટ યોગાસન અને પ્રાણાયામ માટે ફાળવો, તેનાથી તમે સ્વસ્થ રહી શકશો.

નિયમિત માલિશ શરીરને મજબૂત બનાવશેઃ
રોજ સરસવ, નારિયેળ કે અન્ય કોઇ ઔષધીય તેલથી શરીર પર ૧૫ મિનિટ માલીશ કરો, તેનાથી તમારાં હાડકાં મજબૂત થશે અને તમારા શરીરનો બધો થાક દૂર થશે. રોજ ના કરી શકો તો વીકમાં બે વાર જરૂર કરો.

આ નિયમો પણ જરૂરથી પાળજો
- દિવસમાં લગભગ ત્રણથી ચાર લિટર પાણી પીઓ. રાતે સૂતી વખતે વધુ પાણી ન પીઓ.
- સવારે ઊઠ્યાના એકથી બે કલાકની અંદર જ નાસ્તો કરી લો. ખાવાનું પૌષ્ટિક હોય તે ખૂબ જરૂરી છે.
- જમ્યા પછી તરત પાણી ન પીઓ, કેમ કે તેનાથી જમવાનું પચતું નથી. અડધાથી પોણા કલાકનું અંતર રાખો.
- ભોજન કર્યા પછી તરત પરિશ્રમવાળું કામ ના કરો.
- આઠથી નવ કલાકની એકધારી, સારી ઊંઘ લો. સૂતાં પહેલાં ઠંડા પાણીથી હાથ અને પગ ધુઓ, તેનાથી સારી ઊંઘ આવશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow