વજન ઘટાડવાના ચક્કરમાં માત્ર ફ્રૂટ્સ અને શાકભાજી ખાતા હોવ તો..., જાણી લેજો શરીર પર તેનાથી થતી અસર

વજન ઘટાડવાના ચક્કરમાં માત્ર ફ્રૂટ્સ અને શાકભાજી ખાતા હોવ તો..., જાણી લેજો શરીર પર તેનાથી થતી અસર

ફળ અને શાકભાજીમાં પુષ્કળ માત્રામાં ન્યૂટ્રિશયન હોય છે અને કેલરી ઓછી હોય છે.   તેના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે તેને ખાવાથી તમારું વજન ક્યારેય વધશે નહીં.   પરંતુ તમે વધુ સ્લિમ અને ટ્રિમ મહેસૂસ કરશો. ફળ અને શાકભાજીમાં પોષક તત્વો વધારે માત્રામાં હોય છે. જેથી તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યાં છો તો તમે તેને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. એટલું જ નહીં   પરંપરાગત સમયથી  શાકભાજીને હંમેશા પૌષ્ટિક અને સંપૂર્ણ ખોરાકનો એક ભાગ માનવામાં આવે છે, જ્યારે ફળોને સંતુલિત ખોરાક માનવામાં આવે છે. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. લોકો વજન ઘટાડવા માટે તેમના ડાયેટમાં ફળો અને શાકભાજી સામેલ કરી રહ્યા છે.
પેટ સંબંધિત કોઈ બીમારી નહી થાય
દરરોજ માત્ર ફળ અને શાકભાજી ખાઈને સરળતાથી વજન ઘટાડી શકો છો. અને સૌથી સારી વાત એ છે કે તેનાથી તમારું પેટ પણ ભરેલું રહેશે. તમને એવું બિલકુલ નહીં લાગે કે તમે વધારે જમી લીધુ છે. આ સાથે તમારું કોલેસ્ટ્રોલ લેવલ અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહેશે. તે તમારા સ્વાસ્થ્યના હિસાબે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય ફળો અને શાકભાજીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે.   જેના કારણે તમે લાંબા સમય સુધી યુવાન દેખાશો.   જે કેન્સરનું જોખમ ઘટાડે છે. ફળો અને શાકભાજી ખાવાથી તમારા પેટ સંબંધિત તમામ રોગો પણ દૂર રહેશે.
માત્ર ફળ અને શાકભાજી ખાવાના ઘણા સાઈડઈફેક્ટ પણ છે
જ્યારે કોઈ વ્યક્તિ અનાજ છોડી માત્ર ફળ અને શાકભાજી ખાઈ છે. ત્યારે તે સામાન્ય રીતે વજન ઘટાડવા માટે કરવામાં આવે છે. જ્યાં શરીરને સંપૂર્ણ પોષણ મળે છે, ત્યાં ખોરાક માનવ માટે ફાયદાકારક છે. વજન ઘટાડવા માટે તમે ફળો અને શાકભાજી ચોક્કસ ખાઈ શકો છો, પરંતુ તેનાથી તમારું પેટ ભરાઈ શકતું નથી. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક નથી. આ કારણે તમારા સ્નાયુઓ તેમની એનર્જી ગુમાવે છે. આ ઉપરાંત   શરીરમાં મેક્રોન્યુટ્રિઅન્ટ્સની ઉણપ અસંતુલન પેદા કરે છે. કારણ કે ફળો અને શાકભાજીમાં ચરબી અને પ્રોટીન હોતું નથી. જે શરીર માટે જરૂરી છે. તંદુરસ્ત ચરબી અને પ્રોટીન શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે નિયમિત લો-કેલરીવાળો ખોરાક લો છો તો ધીમે-ધીમે તમારું શરીર તેની એનર્જી ગુમાવે છે અને શરીરમાં એનર્જીનો અભાવ થાય છે. જેના કારણે તમારે તમારી દિનચર્યામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. મેક્રોન્યુટ્રિઅન્ટ્સ ઉપરાંત, ફળો અને શાકભાજીમાં કેલ્શિયમ, જિંક અને ઓમેગા -3 અને ઓમેગા -6 ચરબી જેવા અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વોનો અભાવ હોય છે. કાચા ખાદ્યપદાર્થોમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી   આવા આહારમાં ફાઈબરની વધુ માત્રા થઈ શકે છે, જેનાથી ગેસ અથવા બળતરા થઈ શકે છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow