કેળાં ખાશો તો નહીં થાય પથરી, ઝાડા-કબજિયાતમાં કારગર છે સફરજન: જાણો 6 ફળોના એવા ફાયદા, જે કોઈ નથી જાણતું

કેળાં ખાશો તો નહીં થાય પથરી, ઝાડા-કબજિયાતમાં કારગર છે સફરજન: જાણો 6 ફળોના એવા ફાયદા, જે કોઈ નથી જાણતું

Health Benefits Of Fruits: ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. ફળોના સેવનથી શરીરને અનેક લાભ થાય છે. ફળોમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે. જે શરીરને માટે ખૂબ જ જરુરી છે. ફળોમાં વિટામિન, મિનરલ્સ, ફાઇબર, પોર્ટેશિયમ વગેરે ભરપુર માત્રામાં રહેલ છે. ફળ બ્લડ પ્રેશરને ઘટાડી શકે છે, હાર્ટ ડિજિજ અને સ્ટ્રોકના જોખમને ઓછુ કરી શકે છે. અમુક પ્રકારના કેન્સરને રોકવામાં મદદ કરે છે. આંખો અને પાચન સંબંધી સમસ્યાઓનું જોખમ ઓછુ કરી શકે છે, આ ઉપરાંત બ્લડ શુગરને પણ મેનેજ કરે છે.

ફળોના આ ફાયદા તમે અવારનવાર સાંભળ્યા અને વાંચ્યા હશે, પરંતુ શું તમે જાણો છો કે તમારા મનપસંદ ફળોના ફાયદા અહીં  જ ખતમ થતા નથી. કેટલાક ફળોના ફાયદાઓ વિશે જાણીએ, જે ભાગ્યે જ તમે જાણતા હશો.

ચેરી યુરિક એસિડને ઘટાડે છે
જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો, તો તમારે તમારા આહારમાં લાલ ચેરીનો સમાવેશ કરવો જોઈએ. આ ફળમાં એન્થોકયાનિન નામનું સંયોજન હોય છે, જે સોજાને ઓછા કરે છે. એક અભ્યાસ મુજબ, તાજા ચેરીનો રસ યુરિક એસિડ અને સંધિવા જેવી સમસ્યાઓ ઘટાડવામાં રાહત આપે છે.

Topic | VTV Gujarati


ક્રેપિંગને ઓછુ કરી શકે છે તરબૂચ
આજ સુધી તમે સાંભળ્યું હશે કે તરબૂચ પાણીની કમી પૂરી કરે છે અને પેટને ઠંડુ રાખે છે, પરંતુ તેના ફાયદા આના કરતા પણ વધારે છે. તરબૂચ જિમ જનારાઓ માટે પ્રી-વર્કઆઉટ અને પોસ્ટ વર્કઆઉટ ફૂડ છે. આ કારણ છે કે તેમાં પાણીની માત્રા, એન્ટીઑકિસડન્ટ અને એમિનો એસિડની માત્રા વર્કઆઉટને વધુ સારી બનાવે છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ હોય છે. જે ક્રેપિંગને ઘટાડે છે.


ત્વચાને જવાન રાખે છે આવેકાડો
જો તમને આ ફળમાં બિલકુલ રસ છે, તો તમારે જાણવું જોઈએ કે તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમું કરી શકે છે. એક રિસર્ચ મુજબ, આ ફળમાં એવા સંયોજનો છે જે ત્વચાને સન ડેમેજથી બચાવે છે. કરચલીઓ અને વૃદ્ધત્વને રોકવા માટે મદદ કરે છે.

Tag | VTV Gujarati

કિડનીન પથરીને રોકે છે કેળુ
એક મેડિકલ રિસર્ચ અનુસાર, કેળામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે અને આ જ કારણ છે કે કિડનીની પથરી રોકવા માટે આ એક ઉત્તમ ફળ છે. આ સિવાય તેમાં વિટામિન B6 ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા લીવર માટે જરૂરી છે. કિડનીને શરીરમાંથી ગંદા પદાર્થો અને મેગ્નેશિયમને હટાવામાં મદદ કરે છે અને કેલ્શિયમ ઓક્સાલેટ ક્રિસ્ટલના વિકાસને રોકે છે.

મેંટલ હેલ્થમાં સુધારો કરે છે બ્લૂબેરી
બ્લૂબેરીને સુપર ફ્રૂટના રુપમાં ઓળખવામાં આવે છે. આ મગજના સ્વાસ્થ્યને વધુ સારુ બનાવે છે. આ ફળમાં એન્ટીઓક્સિડેન્ટનું ભંડાર છે. જેનો અર્ખ એ છે કે તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડેન્ટ પ્રભાવ હોય છે અને આ યાદશક્તને વધારી શકે છે.

Tag | VTV Gujarati

કબજિયાત અને ઝાડાનો ઇલાજ છે સફરજન
કબજિયાતના ઇલાજ માટે સફરજન બેસ્ટ ઇલાજ છે. તેમાં ફાઇબરની માત્રા વધારે હોય છે, જે ઘણા લોકોમાં કબજિયાતને દૂર કરવામાં મદદ કરી શકે છે. ફાઇબર મળ ત્યાગને વધુ સરળ બનાવે છે, જે જરુરી પણ છે. તે સાથે જ ડાયરિયા સહિત અન્ય સમસ્યાઓમાં રાહત આપે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow