જો આટલું નહીં કરો તો ક્યારેય નહીં તૂટે દોસ્તી, વરસો વરસ સચવાશે ભાઈબંધી

જો મિત્રતા તોડવી ના હોય તો આ વાત ધ્યાનમાં રાખજો
ખોટુ ના બોલશો, કારણકે મિત્ર છે જરૂરી
જો તમે તમારી મિત્રતાને વર્ષોવર્ષ જાળવવા માગતા હોય તો યાદ રાખો આ સંબંધની વચ્ચે ખોટુ ક્યારેય ના બોલશો. કારણકે મિત્રતાની પહેલી શરત હોય છે કે કશુ પણ સિક્રેટ ના રાખશો. મિત્રતાને એન્જોય કરતા જાઓ. પરંતુ જો તમે ભૂલથી પણ ખોટુ બોલ્યા તો આ તમારી સારી મિત્રતા વચ્ચેના સંબંધને ખત્મ કરી શકે છે.

પૈસાને વધુ મહત્વ ના આપશો
ક્યારેય પણ પોતાની મિત્રતા વચ્ચે પૈસાને ના લાવશો. કારણકે અવાર-નવાર આપણે જોઇએ છીએ કે પૈસાના કારણે મિત્રતા વચ્ચેની અંડરસ્ટેન્ડિંગ પૂરી થઇ જાય છે અને તમે એક સારો મિત્ર ગુમાવી દો છો. ક્યારેક-ક્યારેક પૈસાને લઇને તમારું બિહેવિયર તમારા મિત્રને ખરાબ ફીલ કરાવી શકે છે. તેથી પૈસાને મિત્રતાની વચ્ચે આવવા ના દેશો આ સંબંધને વધુ સ્પેશિયલ બનાવો.