શુક્રવારે આ ઉપાય કરવાથી થશો ભાગ્યના ધની, જીવનમાં ધન અને કિર્તીનો વધારો થશે

શુક્રવારે આ ઉપાય કરવાથી થશો ભાગ્યના ધની, જીવનમાં ધન અને કિર્તીનો વધારો થશે

શુક્રવારે રાત્રે કરો માં લક્ષ્મીની આરાધના

હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી. માં લક્ષ્મીને શુક્રવારનો દિવસ સમર્પિત છે. આ દિવસ વિધિ વિધાનની સાથે માં લક્ષ્મીની પૂજા કરવા અને અમુક વિશેષ ઉપાયો કરવાથી ધનની દેવી મહેરબાન થઇને પોતાની કૃપા વરસાવે છે. જો તમે પણ ઘણા સમયથી મહેનત કરી રહ્યાં છો અને સફળતા પ્રાપ્ત થતી નથી અથવા ધનની કમીમાંથી પસાર થઇ રહ્યાં છો તો શુક્રવારના દિવસે રાત્રિના સમયે ગુપ્ત રીતે કરાતા આ ઉપાયો લાભદાયી સિદ્ધ થઇ શકે છે.

શુક્રવારે રાત્રે કરો આ ઉપાય

  1. જ્યોતિષ શાસ્ત્રમાં દરેક દિવસ કોઈના કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. શુક્રવારે માં લક્ષ્મીની પૂજાનો દિવસ છે. શુક્રવારની રાત્રે માં લક્ષ્મીના અષ્ટ સ્વરૂપની પૂજા કરવાનુ શુભ માનવામાં આવ્યું છે. જ્યોતિષીઓ મુજબ શુક્રવારના દિવસે માં લક્ષ્મી સામે અગરબત્તી પ્રગટાવો અને તેમને ગુલાબના ફૂલ અર્પણ કરો. કહેવાય છે કે માં અષ્ટ લક્ષ્મીને લાલ ફૂલોની માળા અર્પણ કરવી શુભ હોય છે.
  2. જો કોઈ જાતક ધન સંબંધી સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યો છે તો તેને શુક્રવારની રાત્રે એં ર્હીં શ્રીં અષ્ટલક્ષ્મીયૈ ર્હીં સિદ્ધયે મમ ગૃહે આગચ્છાગચ્છ નમ: સ્વાહા મંત્રનો જાપ કરવાથી લાભ થશે. આ મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વખત અવશ્ય કરો. કહેવાય છે કે આ ઉપાય તમારા જીવનમાં આવનારી બધી સમસ્યાઓને દૂર કરે છે.
  3. શુક્રવારની રાત્રે ગુલાબી રંગના કપડા લઇને તેમાં શ્રી યંત્ર અને અષ્ટ લક્ષ્મીની તસ્વીરની સ્થાપના કરો. આ ઉપાયને ગુપ્ત રીતે કરવાથી વેપારમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને વ્યક્તિને વ્યાપારમાં પ્રગતિ મળે છે.
  4. જો તમે માં લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો અને તેમને પ્રસન્ન કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુનુ પૂજન જરૂર કરો. એવામાં શુક્રવારની રાત્રે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરો અને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. જેનાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ સમાપ્ત થશે અને વ્યક્તિને ધનલાભ થશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow