આટલું કરશો તો ફોનમાંથી ક્યારેય લીક નહીં થાય પ્રાઈવેટ ફોટો અને વીડિયો, ન કરતા આવી ભૂલ

મોબાઈલમાંથી વીડિયો-ફોટો લીક થવાના ઘણા કારણ હોઇ શકે
ફોનમાંથી પ્રાઈવેટ ફોટો લીક થવો કોઈ સામાન્ય વાત નથી. પહેલા પણ ઘણી વખત ફોનમાંથી પ્રાઈવેટ ફોટો લીક થયાના રિપોર્ટ્સ સામે આવ્યાં છે. ફોનમાં સિક્યોરિટી થયા બાદ પણ મોબાઈલમાંથી વીડિયો-ફોટો લીક થાય છે. જેના ઘણા કારણ હોઇ શકે છે.

આ સ્થિતિમાં ફોટા લીક થઇ શકે
જો તમે કોઈને પોતાનો પ્રાઈવેટ ફોટો સેન્ડ કર્યો છે અને તે આ ફોટાને બીજી કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરી દે છે તો ફોટા લીક થઇ શકે છે. આ ઉપરાંત જો કોઈને તમારા ફોનનુ એક્સેસ મળી ગયુ છે તો પણ તમારા ફોનમાં ફોટો-વીડિયોને ટ્રાન્સફર કરી ફાઈલ લીક કરી શકે છે.

થર્ડ પાર્ટી એપ્સથી રહો સાવધાન
ફોટો-વીડિયો લીકમાં થર્ડ પાર્ટી મૈલેશિયસ એપ્સનુ પણ તેમાં મહત્વનું યોગદાન હોય છે. ઘણા એવા મૈલેશિયસ અથવા વાયરસવાળા એપ્સ હોય છે, જે તમારી પાસેથી ઘણા પ્રકારની મંજૂરી લઇ લે છે. જેનાથી આ એપ્સને તમારા ફાઈલનુ એક્સેસ પણ મળી જાય છે. આ ફાઈલ્સને રિમોટ સર્વર પર અપલોડ કરી દેવામાં આવે છે. જ્યાંથી સ્કેમર્સ આ ફાઈલ્સને થર્ડ પાર્ટીને વેચી દે છે અને તમારી ઈમેજ લીક થાય છે.

એપ ઈન્સ્ટોલ કરતા પહેલા તેના રિવ્યુને આવશ્ય ચેક કરો
એવામાં જરૂરી છે કે તમે હંમેશા સત્તાવાર એપ સ્ટોર પરથી જ કોઈ એપને ઈન્સ્ટોલ કરો. એપ ઈન્સ્ટોલ કરતા પહેલા તેના રિવ્યુને આવશ્ય ચેક કરો. કોઈ થર્ડ પાર્ટી એપ સ્ટોર અથવા વેબસાઈટ પરથી કરવામાં આવેલા એપમાં વાયરસ હોઇ શકે છે.