આ 3 સમસ્યાથી પરેશાન હોવ તો ભૂલથી પણ ખાવું જોઈએ લસણ, પડી જશે લેવાના દેવા

આ 3 સમસ્યાથી પરેશાન હોવ તો ભૂલથી પણ ખાવું જોઈએ લસણ, પડી જશે લેવાના દેવા

લસણ આપણી રસોઇનું એક મહત્વનો ભાગ છે, અનેક ભોજનનો સ્વાદ તેના વિના અધૂરો છે. લસણની તાસીર ગરમ હોય છે, સાથે તેમાં મળનારા ન્યુટ્રિએટ્સ શરીરમાં અનેક પ્રકારના ફાયદા પહોંચાડે છે. લસણ એક આયુર્વેદિક ઔષધિ છે. તેમાં જોવા મળનારા પાવરફૂલ એન્ટી ઓક્સિડેન્ટ અનેક બીમારીઓથી લડવામાં તમારી મદદ કરે છે. ખાસ કરીને શરદી-ખાંસી અને ઉધરસમાં તો રામબાણ કામ કરે છે.

આ લોકોએ ના ખાવુ લસણ
આ વાતમાં કોઇ જ બેમત નથી, લસણ આપણી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડી શકે છે. પરંતુ આનુ વધારે સેવન અને અમુક ખાસ સ્થિતિમાં લસણ ખાવાથી નુકશાનકારક સાબિત થઇ શકે છે. આવો જાણીએ કે ક્યા ક્યા લોકોએ લસણનું સેવન કરવાથી બચવુ જોઇએ.

1. ડાયાબિટીસના દર્દી
જે લોકોને ડાયાબિટીસની બીમારી છે, તેઓએ એક લિમિટમાં જ લસણનું સેવન કરવુ જોઇએ. કારણ કે જો તમે બેદરકારી કરી તો બ્લડ શુગરનું લેવલ ઘણુ ઓછુ થઇ શકે છે, જેના કારણે કમજોરી કે ચક્કરની સમસ્યા થઇ શકે છે.

2. લિવર, આંતરડા અને પેટમાં ગરબડ
આ લોકોએ લસણ ખાવાનું ટાળવું જોઈએ, જેમને લિવર, આંતરડા અને પેટ સંબંધિત સમસ્યાઓ છે, કારણ કે જ્યારે આંતરડામાં ઘા અને ફોલ્લા હોય ત્યારે લસણ પીડાને વધારે છે. લિવરના દર્દીઓ કેટલીક દવાઓ લે છે જે લસણ સાથે પ્રતિક્રિયા આપી શકે છે.

3. જેનુ હાલમાં જ ઓપરેશન થયુ છે
તાજેતરમાં જેનું ઓપરેશન થયું હોય તેમના માટે લસણ ખતરનાક સાબિત થાય છે. વાસ્તવમાં આ ખોરાક કુદરતી લોહીને પાતળુ (Natural Blood Thinner) કરવાની જેમ કામ કરે છે. જો લોહી પાતળું હોય તો ઘા રૂઝાવવામાં સમય લાગી શકે છે

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow