White Breadને નાસ્તામાં ખાતા હોવ તો આજે જ ચેતી જજો, નહીં તો તમારા સ્વાસ્થ્યને થઇ શકે છે મોટું નુકસાન

White Breadને નાસ્તામાં ખાતા હોવ તો આજે જ ચેતી જજો, નહીં તો તમારા સ્વાસ્થ્યને થઇ શકે છે મોટું નુકસાન
વ્હાઈટ બ્રેડ આપણને બધાને ભાવતી હશે. તેની રેસિપી ફટાફટ બની જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેના કેટલા નુકસાન થઈ શકે છે?

સફેદ બ્રેડ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. ખાસ કરીને સવારના નાસ્તામાં, આપણે તેને સેન્ડવીચ તરીકે ખાવાનું પસંદ કરીએ છીએ. અથવા તેને ટોસ્ટના રૂપમાં પણ ખાવામાં આવે છે. આ પ્રકારની ડિશ તૈયાર કરવામાં વધુ સમય નથી લાગતો તેથી સવારે ઓફિસ કે શાળાએ જતી વખતે તેને અનુકુળતાએ ફટાફટ બનાવી શકાય છે. પરંતુ ઘણા લોકો સફેદ બ્રેડથી થતા નુકસાન નથી જાણતા.

મીઠાનું વધારે પ્રમાણ
મોટાભાગની સફેદ બ્રેડમાં મીઠાનું પ્રમાણ અને પ્રિઝર્વેટિવ્સ ખૂબ જ વધુ હોય છે. કારણ કે માર્કેટ સુધી પહોંચતા તેને ધણા દિવસો પણ લાગે છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય નથી. કારણ કે તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે. જે લોકો સફેદ બ્રેડનું ખૂબ સેવન કરે છે, તેમના માટે આ જોખમ વધુ છે.  

વધી શકે છે વજન
સફેદ બ્રેડમાં કાર્બોહાઈડ્રેટ, રિફાઈન્ડ શુગર અને મીઠું વધુ માત્રામાં હોય છે. જે આપણા શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો બ્લડ શુગર લેવલ અને ફેટ ઝડપથી વધે છે. જેનાથી ડાયાબિટીસ અને વજન વધવાનો ખતરો રહે છે.  

હાર્ટ હેલ્થ માટે નુકસાનકારક
બ્રેડમાં સોડિયમની માત્રા વધુ હોવાને કારણે બીપી વધવાનો ખતરો રહે છે. હાઈ બ્લડ પ્રેશરનો અર્થ એ છે કે લોહીને હૃદય સુધી પહોંચવા માટે નશો દ્વારા દબાણ કરવું પડે છે. જેનાથી કોરોનરી આર્ટરી ડિસીઝ, ટ્રિપલ વેસ્લ ડિસીઝ અને હાર્ટ એટેકનું જોખમ વધે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow