જો તમારી પાસે પણ છે ફાટેલી નોટ તો આજે જ જાણી લો RBIની આ ગાઈડલાઈન

જો તમારી પાસે પણ છે ફાટેલી નોટ તો આજે જ જાણી લો RBIની આ ગાઈડલાઈન

જો તમારી પાસે ફાટેલી જૂની નોટ છે તો હવે તમે તેને સરળતાથી બદલાવી શકો છો. ફાટેલી નોટ બદલવા માટે તમારે કોઈ જગ્યાએ ભટકવુ પડશે નહીં. ફાટેલી જૂની નોટોને તમે પોતાની નજીકની બેંક શાખામાં જઇને બદલાવી શકો છો. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ, જો કોઈ બેંક તમારી ફાટેલી જૂની નોટ બદલવાથી ના પાડે છે તો તે બેંકની સામે આરબીઆઈ દ્વારા કડક કાર્યવાહી કરવાની સાથે દંડ પણ ફટકારી શકાય છે. ફાટેલી જૂની નોટ ના બદલાવાની સ્થિતિમાં તમે બેંક સામે સત્તાવાર વેબસાઈટ પર ઑનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.

ફાટેલી નોટ હવે બેંક બદલી આપશે

આરબીઆઈએ પોતાના નવા નિયમોમાં કહ્યું છે કે ફાટેલી નોટોને હવે બેંક દ્વારા બદલી શકાય છે અને બદલવાની કોઈ ના નહીં પાડી શકે. જો તમારી પાસે ટેપ ચોંટાડેલી છે અથવા ફાટેલી નોટ છે અને તમે તેનો ઉપયોગ કરતા નથી તો આરબીઆઈએ તેને બદલવાના નિયમ બનાવ્યાં છે. ખરેખર, ફાટેલી નોટ કોઈ કામમાં આવતી નથી અને કોઈ તેને લેતા નથી. એવામાં લોકોએ ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે.

બેંક વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે

આરબીઆઈનુ કહેવુ છે કે આવી નોટ કોઈ પણ બેંકમાં જઇને બદલાવી શકો છો. આ સાથે આરબીઆઈએ એવુ પણ કહ્યું કે કોઈ પણ બેંક નોટ બદલવાની ના પાડતુ નથી. કેન્દ્રીય બેંકના દિશા-નિર્દેશો મુજબ જો બેંક આમ કરવાની ના પાડે છે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોટ બદલવા માટે શરતો

ઉલ્લેખનીય છે કે ફાટેલી નોટોને કોઈ પણ બેંકમાં જઇને બદલી શકાય છે, પરંતુ તેના માટે અમુક શરતો છે. નોટ જેટલી ખરાબ હશે તેની કિંમત એટલી જ ઓછી હશે. જો કોઈ શખ્સની પાસે 20થી વધુ ખરાબ નોટ છે અને તેની ટોટલ રકમ 5000 રૂપિયાથી વધુ છે, તો તેના માટે લેણદેણ ફી લેવામાં આવશે. આ સાથે નોટ એક્સચેન્જ કરતી સમયે તેમાં સિક્યોરિટી સિમ્બોલ આવશ્ય જોવો જોઈએ. નહીં તો તમારી નોટ નહીં બદલવામાં આવે.

Read more

રાજકોટ હીરાસર એરપોર્ટ પર પાર્કિંગના નામે થતાં ઉઘરાણાં બંધ

રાજકોટ હીરાસર એરપોર્ટ પર પાર્કિંગના નામે થતાં ઉઘરાણાં બંધ

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉઘરાણાં હવે બંધ થશે, કારણ કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાર્કિંગ રેટનું બોર્ડ મૂકવામાં આવ્યું છે, જે

By Gujaratnow
'દયાભાભી' બાદ શું 'જેઠાલાલ'એ પણ 'તારક મહેતા...' છોડ્યો?

'દયાભાભી' બાદ શું 'જેઠાલાલ'એ પણ 'તારક મહેતા...' છોડ્યો?

તાજેતરમાં ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વિશે કેટલીક અટકળો ચાલી રહી હતી કે દિલીપ જોશી (જેઠાલાલ) અને મુનમુન દત્તા (બબીતાજી)એ શો

By Gujaratnow
બાંગ્લાદેશમાં વાયુસેનાનું મેડ ઇન ચાઇના પ્લેન સ્કૂલ પર પડ્યું

બાંગ્લાદેશમાં વાયુસેનાનું મેડ ઇન ચાઇના પ્લેન સ્કૂલ પર પડ્યું

બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેઇની વિમાન ઢાકામાં એક શાળા પર ક્રેશ થયું છે. એપીના અહેવાલ મુજબ, આ અકસ્માતમાં અત્યારસુધીમાં 19 લોકોનાં મો

By Gujaratnow
ઈઝરાયલના સીરિયા પર હુમલાથી ટ્રમ્પ ભડક્યા

ઈઝરાયલના સીરિયા પર હુમલાથી ટ્રમ્પ ભડક્યા

ટ્રમ્પ સીરિયા પર ઇઝરાયલના હુમલાથી ગુસ્સે છે. એક્સિઓસના એક અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂના વર્તન પર નારાજગી

By Gujaratnow