જો તમને પણ છે આવી આદત તો ચેતી જજો નહીં તો... જાણો મહિલાઓને કઇ વાતથી છે પુરુષથી નફરત

જો તમને પણ છે આવી આદત તો ચેતી જજો નહીં તો... જાણો મહિલાઓને કઇ વાતથી છે પુરુષથી નફરત

જરૂરી નથી કે દરેક વ્યક્તિ 100 ટકા પરફેક્ટ હોય. કેટલીક આદતો દરેક વ્યક્તિમાં એવી હોય છે જે બીજાને પસંદ ન આવે. આવી સ્થિતિમાં તે આદતો બદલી શકો છો અથવા તો અન્યની સામે ઈપ્રેશન જાળવી રાખવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમે આ પ્રકારનું વર્તન ટાળી શકો છો.

ખાસ કરીને જો તમે કોઈ મહિલાની સામે સારી ઈમેજ બનાવવા ઈચ્છો છો તો તમારે કેટલીક મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. પુરુષોની કેટલીક આદતો હોય છે જે મહિલાઓને બિલકુલ પસંદ નથી હોતી. અહીં અમે તમને જણાવીએ છીએ કે મહિલાઓ સાથે વ્યવહાર કરતી વખતે પુરૂષોએ કઈ આદતોથી બચવું જોઈએ.‌

આ આદતો મહિલાઓને નથી આવતી પસંદ ‌‌પ્લાન બદલવા

‌‌મહિલાઓને વારંવાર પ્લાન બદલવો બિલકુલ પસંદ નથી આવતા. પુરૂષોના આ વ્યવહાર તેમને ઈરિટેટિંગ લાગે છે. માટે જો પુરૂષ ડેટ પર જવાનો પ્લાન બનાવી રહ્યા છે તો એક વખત જ પ્લાન બનાવો અને આ પ્લાન પર ટકી રહો.

ખરાબ વર્તન

‌‌સ્ત્રીઓ સારી વર્તણૂક ધરાવતા લોકો તરફ આકર્ષિત થાય છે. એટલા માટે મહિલાઓની સામે ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન ન કરો. પછી તે રેસ્ટોરન્ટનો વેઈટર હોય કે ડ્રાઈવર. પુરુષોએ મહિલાઓની સામે તેમનો વ્યવહાર સારો રાખવો જોઈએ.

વધુ પ્રેમ દર્શાવવો‌‌

મહિલાઓને આવા પાર્ટનર સાથે રહેવામાં કમ્ફર્ટેબલ નથી લાગતું જેઓ જાહેરમાં પોતાનો પ્રેમ બતાવે છે અથવા તેને નિક નેમથી બોલાવે છે. આમ કરવાથી મહિલાઓને કન્ફર્ટેબલ અનુભવ થતો નથી.

ઓછો પ્રેમ બતાવવો

‌‌જો પાર્ટનર લોકોની વચ્ચે તમારી કાળજી ન લે અથવા તમારી અવગણના કરતો હોય તો ચોક્કસપણે આ વર્તન મહિલાને ખરાબ લાગે છે. એટલા માટે પુરુષોએ જાણવું જોઈએ કે સંબંધોને બેલેન્સ રીતે કેવી રીતે મેનેજ કરવું.

દર વખતે કન્ફ્યુઝ્ડ રહેવું

‌‌જો કોઈ પુરૂષ હંમેશા કન્ફ્યુઝ્ડ રહે છે અને તેને નિર્ણય લેવામાં મુશ્કેલી થતી હોય છે તો તમારી આ આદત કોઈપણ સ્ત્રીની સામે તમારી નબળી વિચારસરણી દર્શાવે છે. મહિલાઓને એવા પુરૂષો ગમે છે જે ઝડપથી નિર્ણય લે છે.

મમ્મા બોય‌‌

લગ્ન પછી પણ જો પતિ ફક્ત તેની માતાનું ધ્યાન રાખે છે અથવા બધા કામ માતા પાસેથી કરાવે છે, તો આ બાબત પત્નીને પરેશાન કરી શકે છે, તે તમારા સંબંધોમાં ઝઘડાનું કારણ બની શકે છે.

ઘમંડી હોવુ

‌‌મહિલાઓને પુરૂષોનું ઘમંડી વર્તન પસંદ નથી. મહિલાઓ આવા પુરુષોથી દૂર રહેવાનું પસંદ કરે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow