જો આપણે શક્તિશાળી હોઈએ તો આપણે બીજાની મદદ કરવી જોઈએ

જો આપણે શક્તિશાળી હોઈએ તો આપણે બીજાની મદદ કરવી જોઈએ

તાકાતની સાથે વિનમ્રતા હોવી જોઈએ, પરંતુ મોટાભાગના લોકોની સાથે એવું નથી થતું. જેવી કોઈ વ્યક્તિને તાકાત મળે છે, તે અહંકારી બની જાય છે. અહંકાર અને તાકાતનો યોગ વ્યક્તિને બરબાદ કરી શકે છે. એટલા માટે જો આપણે શક્તિશાળી છીએ તો આપણે વિનમ્ર બનવું જોઈએ. આ વાત આપણે હનુમાનજી અને ભીમની કથાથી શીખી શકીએ છીએ.

દ્વાપર યુગની ઘટના છે. પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા. તેઓ ઉત્તર દિશામાં ગંધમાદન પર્વતની આસપાસ રોકાયા હતા. એક દિવસ દ્રોપદીએ ભીમને એક સુગંધિત ફૂલ લઈ આવવાનું કહ્યું. દ્રોપદીની ઈચ્છા પૂરી કરવા માટે ભીમ ફૂલ લેવા જંગલમાં ગયો.

ભીમને રસ્તામાં વૃદ્ધ વાનરની પૂંછ઼ડી જોવા મળી. ભીમે પોતાની તાકાત(બળ) પર ખૂબ જ ઘમંડ હતો. તણે અહંકારની સાથે કહ્યું કે તમે પોતાની પૂંછ઼ડી હટાવી લો.

વૃદ્ધ વાનરને પૂંછડી ઓળંગીને આગળ વધવાનું કહ્યું તો ભીમે એમ કરવાની ના પાડી દીધી. ત્યારે વૃદ્ધ વાનરે કહ્યું કે તું પોતે જ મારી પૂંછડી હટાવી દે.

તાકાતના ઘમંડમાં ભીમે પૂંછડીને હટાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પૂંછડી હલાવી પણ ન શક્યો. ખૂબ જ પ્રયાસો પછી ભીમ સમજી ગયો કે આ કોઈ સામાન્ય વાનર નથી.

ભીમે હાથ જોડીને પ્રાર્થના કરી અને કહ્યું કે મહેરબાની કરીને તમે તમારો વાસ્તવિક પરિચય આપો, કૃપા કરીને જણાવો કે તમે કોણ છો?

હનુમાનજીએ ભીમને પોતાના વાસ્તવિક સ્વરૂપનાં દર્શન કરાવ્યાં અને સમજાવ્યું કે બળની સાથે વિનમ્રતા હોવી જોઈએ, અહંકાર નહીં. ઘમંડથી બચીને રહીએ તો સફળતા જરૂર મળે છે. અહંકારી વ્યક્તિ ખૂબ જ જલદી બરબાદ થઈ જાય છે.

જીવન પ્રબંધન

આ કિસ્સામાં હનુમાનજીએ આપણને સંદેશ આપ્યો છે કે કોઈપણ વ્યક્તિને પોતાના બળ પર ઘમંડ ન કરવો જોઈએ. બળવાન વ્યક્તિએ બીજાની મદદ કરવી જોઈએ અને હંમેશાં વિનમ્ર રહેવું જોઈએ.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow