અમેરિકામાં ટ્રમ્પ સમર્થકો હારશે તો મોટા પાયે હિંસા ભડકવાનો ખતરો

અમેરિકામાં ટ્રમ્પ સમર્થકો હારશે તો મોટા પાયે હિંસા ભડકવાનો ખતરો

અમેરિકામાં મંગળવારે મધ્યસત્રની મહત્ત્વપૂર્ણ ચૂંટણી યોજાશે. ઈતિહાસમાં પહેલીવાર આવું થશે કે જ્યારે અમેરિકી સમાજ વિભિન્ન મુદ્દાઓ પર વિભાજિત છે. દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સમર્થકોએ જાહેરમાં કહ્યું છે કે જો તેમની રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારો ચૂંટણી હારશે તો તે ચૂંટણીનાં પરિણામોને સ્વીકારવાના નથી.

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીએ તેના માટે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સ પર આકરું પ્રચારયુદ્ધ પણ છેડ્યું છે. ટ્રમ્પ સમર્થકો બાઈડેન સરકાર પર ભેદભાવ કરવાનો આરોપ મૂકી રહ્યા છે. બાઈડેને મધ્યસત્ર ચૂંટણીને અમેરિકાનાં લોકશાહી મૂલ્યો માટે મોટી પરીક્ષા ગણાવી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ સમર્થકો ચૂંટણીમાં ગેરરીતિનો દુષ્પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણીનાં પરિણામો રાષ્ટ્રપતિ બાઈડેન અને પૂર્વ પ્રમુખ ટ્રમ્પની 2024ની ચૂંટણીમાં પોત-પોતાની પાર્ટી તરફથી દાવેદારીનો આધાર નક્કી કરશે.

બાઈડેન 2020માં રાષ્ટ્રપતિ બન્યા હતા. બે વર્ષ પછી યોજાઈ રહેલી મધ્યસત્ર ચૂંટણી બાઈડેન માટે પ્રથમ અગ્નિપરીક્ષા સાબિત થશે. બાઈડેનની લોકપ્રિયતા હાલના સમયે માઈનસ 40 પોઈન્ટ ઓછી ચાલી રહી છે. એવામાં તેમના માટે પાર્ટીને જીતાડવી મોટો પડકાર છે.

મધ્યસત્ર ચૂંટણીમાં ગન કન્ટ્રોલ, ગર્ભપાત પર રોક અંગે સુપ્રીમનો નિર્ણય, વધતી મોંઘવારી અને જાતિવાદ જેવા મુદ્દા પણ છવાયા છે. અમેરિકાના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર આવું બને છે જ્યારે અનેક મુદ્દે અમેરિકી લોકોનો જુદો જુદો અભિપ્રાય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow