આ શાકભાજીને ભૂલથી પણ ન કરતા એકથી વધારે વખત ગરમ, બની જાય છે 'સ્લો પોઈઝન'

આ શાકભાજીને ભૂલથી પણ ન કરતા એકથી વધારે વખત ગરમ, બની જાય છે 'સ્લો પોઈઝન'

શિયાળાની ઋતુમાં રાંધેલો ખોરાક ઘણા દિવસો સુધી ફ્રિઝમાં રાખ્યા વિના પણ સારો રહે છે. ઉનાળાના દિવસોથી વિપરીત, આ ખોરાકમાં બેક્ટેરિયાના વિકાસ અને બગાડનું વધુ જોખમ નથી.

તેથી જ આ સીઝનમાં મોટાભાગના લોકો એક વારમાં વધારે માત્રામાં શાકભાજી અથવા ચોખા જેવી વસ્તુ બનાવીને ખાવાનું પસંદ કરે છે. જેથી વારંવાર કુકિંગ કરવા માટે પાણીમાં હાથ ન બોળવા પડે અને કિચનમાં ન ઉભુ રહેવું પડે.

આમ કરવું તમારા સમયને બચાવશે પરંતુ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. કારણ કે શિયાળામાં આવતા શાકભાજી એવા હોય છે જેને વારંવાર ગરમ કરવા પર તેના પોષક તત્વો ઓછા થઈ જાય છે સાથે જ તે ટોક્સિક બની જાય છે. તેનું સેવન કરવું શરીરને સ્લો પોઈઝન જેવું બનાવી દે છે. અહીં આજ ફૂડ્સના નામ જણાવવામાં આવી રહ્યા છે જેને એક વખતથી વધારે વખત ગરમ ન કરવું જોઈએ.

કયા શાકભાજીને ન કરવું જોઈએ વારંવાર ગરમ?

  • પાલક
  • સેલેરી
  • ગાજર
  • બટાકા
  • શક્કરીયા
  • લીલા પાંદળા વાળા શાકભાજી
  • શાકભાજીને કેમ ફરીથી ગરમ ન કરવી જોઈએ?
  • મોટાભાગના લીલા પાંદડાવાળા શાકભાજી અને ગાજર, સલગમ જે જમીનની અંદર ઉગે છે તેમાં નાઈટ્રેટ સારી માત્રામાં જોવા મળે છે. જ્યારે આ શાકભાજીને ફરીથી ગરમ કરવામાં આવે છે, ત્યારે નાઈટ્રેટ્સનું પ્રમાણ ખૂબ વધી જાય છે, જે શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે.
  • નાઈટ્રેટ ફરીથી ગરમ કર્યા પછી ઝેરી બની જાય છે અને આ શાકભાજીને ફરીથી ગરમ કર્યા પછી કાર્સિનોજેનિક પ્રોપર્ટીઝ રિલીઝ થવા લાગે છે. એટલે કે આવા તત્વો જે શરીરમાં કેન્સર પેદા કરતા કોષોના વિકાસનું કારણ બની શકે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow